અયોધ્યામાં આજે એક ઐતિહાસિક ક્ષણ સાકાર થઈ. શ્રી રામ જન્મભૂમિ મંદિરના શિખર પર ધર્મ ધ્વજ લહેરાવવામાં  આવ્યો. આ શુભ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભગવાન રામને હાથ જોડીને પ્રણામ કર્યા. અભિજીત મુહૂર્ત દરમિયાન વૈદિક મંત્રોના જાપ અને ધ્વજારોહણથી સમગ્ર રામનગરી ઉત્સવના રંગમાં રંગાઈ ગઈ. આ પ્રસંગે પ્રધાનમંત્રીએ કહ્યું કે સદીઓ જૂના ઘા રૂઝાઈ રહ્યા છે.  આજે સમગ્ર વિશ્વ રામમય છે. દરેક રામભક્તના હૃદયમાં અદ્વિતીય સંતોષ, અપરંપાર કૃતજ્ઞતા અને અલૌકિક આનંદ છલકાય છે.

Continues below advertisement


પીએમ મોદીએ કહ્યું, "આજે, અયોધ્યા શહેર ભારતની સાંસ્કૃતિક ચેતનામાં વધુ એક ઉત્કર્ષ બિંદુનું સાક્ષી બની રહ્યું છે. શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં ધ્વજવંદન ઉજવણીની આ ક્ષણ અનોખી અને અસાધારણ છે. આ ધર્મધ્વજ ફક્ત એક ધ્વજ નથી.તે ભારતીય સંસ્કૃતિના પુનર્જાગરણનો ધ્વજ છે. આ ધ્વજ સંઘર્ષ દ્વારા સર્જનની ગાથા છે, સદીઓથી ચાલી રહેલા સપનાઓનું સાકાર સ્વરૂપ છે, સંતોની સાધના અને સમાજની સહભાગિતાની સાર્થક પરિણીતી છે. 


'સદીઓનું દુઃખ આજે સમાપ્ત થઈ રહ્યું છે' - પીએમ મોદી


પીએમ મોદીએ વધુમાં કહ્યું, "સદીઓનું દુઃખ આજે સમાપ્ત થઈ રહ્યું છે. સદીઓના સંકલ્પ આજે પૂર્ણ થઈ રહ્યા છે. આજે એક એવા યજ્ઞની પૂર્ણાહુતિ છે જેની આગ 500 વર્ષથી પ્રજ્જવલિત રહી. એક એવો યજ્ઞ જે ક્યારેય પોતાની શ્રદ્ધામાં ડગમગ્યો નહીં, ક્યારેય પોતાની શ્રદ્ધા ગુમાવી નહીં. આ ધર્મધ્વજ ફક્ત એક ધ્વજ નથી; તે ભારતીય સંસ્કૃતિના પુનર્જાગરણનો ધ્વજ છે. તેનો ભગવો રંગ, તેના પર રચાયેલ સૂર્યવંશની ખ્યાતિ વર્ણિત ઓમ શબ્દ અને વૃક્ષ રામ રાજ્યની કીર્તિનો પ્રતિરુપિત કરે છે.  આ ધ્વજ સંકલ્પ છે, આ ધ્વજ સફળતા છે. આ ધ્વજ સંઘર્ષથી સૃજનની ગાથા છે. 


પીએમ મોદીએ આ મહત્વપૂર્ણ વાત કહી


પીએમ મોદીએ કહ્યું, "ચાલો આપણે એક એવો સમાજ બનાવીએ જ્યાં ગરીબી ન હોય, કોઈ દુ:ખી કે લાચાર ન હોય. જે લોકો, કોઈ કારણોસર, મંદિરમાં આવી શકતા નથી  અને દૂરથી મંદિરના ધ્વજને પ્રણામ કરે છે, તેમને પણ એટલું જ પુણ્ય મળી જાય છે.  આ ધર્મ ધ્વજ મંદિરના ધ્યેયનું પ્રતીક છે. આ ધ્વજ દૂરથી રામ લલ્લાની જન્મભૂમિના દર્શન કરાવશે.  યુગો યુગો સુધી શ્રી રામના આદેશો અને પ્રેરણાઓ ને માનવ સુધી પહોંચાડશે. વિશ્વભરના લાખો રામ ભક્તોને આ અદ્રિતીય અવસર પર શુભકામનાઓ પાઠવું છું."