આ જાહેરનામાં બાદ આર્યુવેદના ડૉક્ટર હાડકાના રોગ, આંખ, નાક-કાન-ગળા(ENT) અને દાંત સાથે જોડાયેલી સર્જરી કરી શકશે. જ્યારે બીજી બાજુ સેન્ટ્રલ કાઉન્સિલ ઓફ ઈન્ડિયન મેડિસિનના અધ્યક્ષે કહ્યું કહ્યું, આર્યુવેદ સંસ્થાઓમાં આવી સર્જરી છેલ્લા 25 વર્ષથી થઈ રહી છે. નોટિફિકેશન માત્ર એ સ્પષ્ટતા કરે છે કે, આ સર્જરી માન્ય છે.
સરકાર તરફથી 19 નવેમ્બરે જાહેર કરવામાં આવેલા નોટિફિકેશ અનુસાર આર્યુવેદના પીજી કોર્સમાં હવે સર્જરીને પણ સામેલ કરવામાં આવશે. સાથે જ અધિનિયમનું નામ બદલીને ભારતીય ચિકિત્સા કેન્દ્રીય પરિષદ( અનુસ્નાતક આર્યુવેદ શિક્ષણ) સંશોધન અધિનિયમ, 2020 કરી દેવામાં આવ્યું છે.
આયુર્વેદની પ્રેક્ટિસ કરી રહેલા ડૉક્ટરોની લાંબા સમયથી એલોપેથીની જેમ અધિકાર આપવાની માંગ કરવામાં આવી રહી હતી. નવા જાહેરનામા અનુસાર હવે આર્યુવેદના વિદ્યાર્થીઓને અભ્યા દરમિયાન સર્જરીની પણ ટ્રેનિંગ આપવામાં આવશે.