હૈદ્રાબાદઃ કોરોના વાયરસના સંક્રમણ સામે લડવા માટે દરેક વ્યક્તિ તેની સારવાર શોધી રહી છે. ત્યારે અનેક લેકો કોરોનાની સારવારનો દાવો કરી રહ્યા છે. કોઈ ગૌમૂત્ર પીવાથી સારવારનો દાવો કરે છે તો કોઈ જાદૂટોણા પર વિશ્વાસ કરી રહ્યા છે. આવો જ એક અંધવિશ્વાસનો કિસ્સો આંધ્ર પ્રદેશમાં સામે આવ્યો છે.


આંધ્ર પ્રદેશમાં નેલ્લોર જિલ્લાના એક નાના ગામમાં આયુર્વેદિક દવા માટે લાંબી લાંબી લાઈનો જોવા મળી રહી છે. અહીં દૂરથી આવેલ લોકો કોરોનાની સારવાર માટે રોજ લાઈનમાં લાગી જાય છે. આનંદૈયા નામની એક આયુર્વેદિક ડોક્ટરે પોતાની દવાથી કોરોનાની સફળ સારવારનો દાવો કરી રહ્યા છે. તેમની આ દવા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગઈ, જેના પરિણામસ્વરૂપ અહીં દૂરથી લોકો આવવાનું શરૂ થઈ ગયું. ત્યાં સુધી કે પાડોશી રાજ્યોથી પણ ઘમાં લોકો અહીં આવ્યા.


લોકોને ફ્રીમાં વહેંચી દવા


આનંદૈયા પોતાની આયુર્વેદિક દવા લોકોને બિલકુલ ફ્રી આપી રહ્યા છે. જેની સ્થિતિ ગંભીર છે તેમને આઈડ્રોપ પણ આપવામાં આવી રહ્યા છે. જોકે, હજુ સુધી એ વાતના કોઈ વૈજ્ઞાના આધાર નથી કે આ આયુર્વેદિક દવા કોરોના ઠીક કરવામાં મદદ કરી શકે છે. તેમ છતાં મોટી સંખ્યામાં લોકો અહીં આવી રહ્યા છે.


પ્રશાસને દવા પર લગાવ્યો પ્રતિબંધ


અહીં આવનાર એક વ્યક્તિએ કહ્યું, ‘દવા લેવામાં કંઈ જ ખોટું નથી. દર્દી શ્વાસ માટે હાંફી રહ્યા છે, ઓક્સિજન બેડની શોધમાં એક હોસ્પિટલથી બીજી હોસ્પિટલના ધક્કા ખાઈ રહ્યા છે, ત્યારે અનેક લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. અમને આશા છે કે દવા કામ કરશે. કેટલાક મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હાલમાં પ્રશાસને સાવચેતીના ભાગરૂપે આ દવાનો ઉપયોગ અટકાવી દીધો છે. આયુષ આયુર્વેદના ડોક્ટર દવાની તપાસ કરી રહ્યા છે. જો પરિણામ સકારાત્મક આવશે ત્યારે જ તેના પર નિર્ણય કરવામાં આવશે.