શોધખોળ કરો

લોકોને પેટ્રોલ બચાવવા અપીલ અને ખુદ લક્ઝરી કારમાં સવારી! બાબા બાગેશ્વરના બદલાયા સૂર

લોકોને 1 લિટર પેટ્રોલ-ડીઝલ બચાવવાની શિખામણ આપનારા બાગેશ્વર બાબા ખુદ હેલિકોપ્ટર અને ડિફેન્ડર જેવી મોંઘી ગાડીઓમાં કેદારનાથ પહોંચ્યા; શું દેખાડવાના અને ચાવવાના દાંત અલગ છે?

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • ધીરેન્દ્ર શાસ્ત્રી પેટ્રોલ-ડીઝલ બચાવવા લોકોને અપીલ કરે છે.
  • તેઓ પોતે હેલિકોપ્ટર અને મોંઘી ગાડીઓમાં મુસાફરી કરે છે.
  • હેલિકોપ્ટર અને ગાડીઓમાં ભારે માત્રામાં ઇંધણનો વપરાશ થાય છે.
  • લોકો શાસ્ત્રીજીના ઉપદેશ અને કાર્ય પર સવાલો ઉઠાવી રહ્યા છે.

Dhirendra Shastri fuel controversy: કહેવાય છે ને કે ઉપદેશ આપવો સહેલો છે, પણ તેનો અમલ કરવો બહુ અઘરો છે! આવું જ કંઈક બાગેશ્વર ધામના બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી સાથે જોવા મળ્યું છે. હિંદુ રાષ્ટ્ર અને ચાર બાળકો પેદા કરવાની વાતો કરનારા બાબાએ તાજેતરમાં લોકોને પેટ્રોલ-ડીઝલ બચાવવાની અને તેનો ઓછો ઉપયોગ કરવાની શિખામણ આપી હતી. પરંતુ હવે ખુદ બાબા જ વિવાદમાં સપડાયા છે, કારણ કે તેઓ પોતે લોકોને આપેલા ઉપદેશનો અમલ કરવાનું ભૂલી ગયા હોય તેમ હેલિકોપ્ટર અને મોંઘીદાટ ગાડીઓમાં કેદારનાથ-બદ્રીનાથ ધામ પહોંચ્યા છે. આ આખી ઘટના પરથી લોકોમાં ચર્ચા શરૂ થઈ છે કે શું બાબાના દેખાડવાના અને ચાવવાના દાંત અલગ-અલગ છે?

એક તરફ ધીરેન્દ્ર શાસ્ત્રીજી લોકોને એવી અપીલ કરી રહ્યા હતા કે મહિનામાં 1 લિટર પેટ્રોલ-ડીઝલ પણ ન વાપરો અથવા બચાવો. પણ આ વાતને હજુ 20 દિવસ પણ માંડ થયા હશે, ત્યાં જ તેમની ત્રણ-ત્રણ તસવીરો સામે આવી ગઈ. આ તસવીરોમાં તેઓ ક્યારેક હેલિકોપ્ટરમાં તો ક્યારેક મોંઘીદાટ લક્ઝરી ગાડીઓમાં ફરતા જોવા મળે છે. આ જોઈને એવો કટાક્ષ થઈ રહ્યો છે કે, જાણે બાબા એવું વિચારતા હશે કે તેમનું હેલિકોપ્ટર, લેન્ડ રોવર ડિફેન્ડર કે ફોર્ડ એન્ડેવર જેવા વાહનો 1 લિટરથી પણ ઓછા પેટ્રોલમાં આખા હિમાલયના શિખરો પાર કરી લેતા હશે!

આ પણ વાંચોઃ 

VIDEO: 'માફ નહીં, સાફ કરી દેવા જોઈએ': બાગેશ્વર બાબાનું રણવીર અને સમય રૈનાને લઈ વિવાદિત નિવેદન

હવે જરા ઇંધણના વપરાશના આંકડાઓ પર નજર કરીએ તો, દેહરાદૂનથી બદ્રીનાથ ધામ સુધી તેઓ જે હેલિકોપ્ટરમાં ગયા, તેમાં અંદાજે 150 થી 180 લિટર એવિએશન ટર્બાઇન ફ્યુઅલ વપરાયું છે. બદ્રીનાથના પહાડો સુધી તેઓ જે ફોર્ડ એન્ડેવર અને આલીશાન ડિફેન્ડર ગાડીમાં પહોંચ્યા, તેની માઇલેજ પણ માંડ 5 થી 9 કિલોમીટર પ્રતિ લિટરની આસપાસ જ હોય છે. ધીરેન્દ્ર શાસ્ત્રી સામાન્ય લોકોને તો મોટી અપીલ કરી રહ્યા છે, પણ તેમણે પોતે પણ તેના પર થોડો અમલ કરવાની જરૂર છે. જો તેઓ હેલિકોપ્ટર અને મોંઘી ગાડીઓના બદલે પબ્લિક ટ્રાન્સપોર્ટમાં મુસાફરી કરીને મંદિરે ગયા હોત, તો તેમની આ અપીલનો લોકો પર ખરેખર ઘણો સારો પ્રભાવ પડ્યો હોત.

Frequently Asked Questions

ધીરેન્દ્ર શાસ્ત્રીજી લોકોને પેટ્રોલ-ડીઝલ બચાવવાની સલાહ કેમ આપી રહ્યા હતા?

ધીરેન્દ્ર શાસ્ત્રીજી લોકોને પેટ્રોલ-ડીઝલનો ઉપયોગ ઘટાડવાની અને બચાવવાની સલાહ આપી રહ્યા હતા, જેથી પર્યાવરણ પર તેની અસર ઓછી થાય.

ધીરેન્દ્ર શાસ્ત્રીજી સામે કયો વિવાદ થયો છે?

તેઓ લોકોને પેટ્રોલ-ડીઝલ બચાવવાની સલાહ આપીને પોતે હેલિકોપ્ટર અને મોંઘી ગાડીઓમાં મુસાફરી કરતા જોવા મળતા વિવાદમાં સપડાયા છે.

ધીરેન્દ્ર શાસ્ત્રીજી દ્વારા ઉપયોગમાં લેવાયેલા વાહનો કેટલું ઇંધણ વાપરે છે?

તેઓ જે હેલિકોપ્ટરમાં ગયા તેમાં લગભગ 150-180 લિટર ફ્યુઅલ વપરાયું. તેમની કારોની માઇલેજ 5-9 કિલોમીટર પ્રતિ લિટરની આસપાસ જ છે.

લોકો ધીરેન્દ્ર શાસ્ત્રીજીના કાર્યો પર શું પ્રતિક્રિયા આપી રહ્યા છે?

લોકો કટાક્ષ કરી રહ્યા છે કે શું બાબાના દેખાડવાના અને ચાવવાના દાંત અલગ-અલગ છે, કારણ કે તેમની સલાહ અને કાર્યોમાં વિરોધાભાસ દેખાય છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Telegram Ban News: કેન્દ્ર સરકારે ટેલિગ્રામ પર મુક્યો અસ્થાયી પ્રતિબંધ, NEET રી-એક્ઝામ વચ્ચે મોટો નિર્ણય
Telegram Ban News: કેન્દ્ર સરકારે ટેલિગ્રામ પર મુક્યો અસ્થાયી પ્રતિબંધ, NEET રી-એક્ઝામ વચ્ચે મોટો નિર્ણય
‘છોડી દો મને’, વાયુસેના અધિકારીની પત્ની સાથે દુષ્કર્મ અને ધર્મ પરિવર્તન, આરોપી મૌલાના ફરાર
‘છોડી દો મને’, વાયુસેના અધિકારીની પત્ની સાથે દુષ્કર્મ અને ધર્મ પરિવર્તન, આરોપી મૌલાના ફરાર
બેન્ક ગ્રાહકો માટે મોટી રાહત, આખુ એકાઉન્ટ ફ્રીઝ નહીં કરી શકે બેન્ક, કસ્ટમર્સને થશે ફાયદો
બેન્ક ગ્રાહકો માટે મોટી રાહત, આખુ એકાઉન્ટ ફ્રીઝ નહીં કરી શકે બેન્ક, કસ્ટમર્સને થશે ફાયદો
Weather Update: દેશમાં અલ નિનો કારણે નબળું પડી શકે છે ચોમાસું, જાણો કોણે આપી ચેતવણી 
Weather Update: દેશમાં અલ નિનો કારણે નબળું પડી શકે છે ચોમાસું, જાણો કોણે આપી ચેતવણી 
Advertisement

વિડિઓઝ

Narmada BJP : દારૂના વેપલામાં ભાજપના નેતાઓની સંડોવણીનો આરોપ
Ambalal Patel: ગુજરાતમાં કઈ તારીખથી થશે ચોમાસાનું આગમન? અંબાલાલ પટેલની મોટી આગાહી
US Plane Crash : અમેરિકામાં વાયુસેનાનું વિમાન ક્રેશ, 8 લોકોના મોત
Gujarat Rain : કચ્છ અને પાટણના વાતાવરણમાં પલટો, સવારે પડ્યું વરસાદી ઝાપટું
Monsoon 2026 : સેટેલાઇટ તસવીરમાં ચોમાસાના વાદળ ગાયબ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: દેશમાં અલ નિનો કારણે નબળું પડી શકે છે ચોમાસું, જાણો કોણે આપી ચેતવણી 
Weather Update: દેશમાં અલ નિનો કારણે નબળું પડી શકે છે ચોમાસું, જાણો કોણે આપી ચેતવણી 
Telegram Ban News: કેન્દ્ર સરકારે ટેલિગ્રામ પર મુક્યો અસ્થાયી પ્રતિબંધ, NEET રી-એક્ઝામ વચ્ચે મોટો નિર્ણય
Telegram Ban News: કેન્દ્ર સરકારે ટેલિગ્રામ પર મુક્યો અસ્થાયી પ્રતિબંધ, NEET રી-એક્ઝામ વચ્ચે મોટો નિર્ણય
Gold Silver Rate: ચાંદી 4400 રુપિયા સસ્તી થઈ, સોનાના ભાવ પણ ઘટ્યા, જાણો  Gold-Silver ની લેટેસ્ટ કિંમત 
Gold Silver Rate: ચાંદી 4400 રુપિયા સસ્તી થઈ, સોનાના ભાવ પણ ઘટ્યા, જાણો  Gold-Silver ની લેટેસ્ટ કિંમત 
8th pay: 8માં પગાર પંચમાં શું કર્મચારીઓનો બેઝિક પગાર સીધો 45,000 થશે? અહીં સમજો ગણિત 
8th pay: 8માં પગાર પંચમાં શું કર્મચારીઓનો બેઝિક પગાર સીધો 45,000 થશે? અહીં સમજો ગણિત 
Mangal Nakshatra Gochar: 5 જૂલાઈ સુધી સતર્ક રહે આ 3 રાશિઓ, મંગળ નક્ષત્ર ગોચર વધારી શકે છે મુશ્કેલીઓ! 
Mangal Nakshatra Gochar: 5 જૂલાઈ સુધી સતર્ક રહે આ 3 રાશિઓ, મંગળ નક્ષત્ર ગોચર વધારી શકે છે મુશ્કેલીઓ! 
વિદેશની જેમ હવે અમદાવાદમાં  લાગ્યું પેલિકન સિગ્નલ, રાહદારી બટન દબાવી રોકી શકશે ટ્રાફિક
વિદેશની જેમ હવે અમદાવાદમાં  લાગ્યું પેલિકન સિગ્નલ, રાહદારી બટન દબાવી રોકી શકશે ટ્રાફિક
Ambalal Patel Prediction: રાજ્યમાં ક્યારથી બેસશે ચોમાસુ, હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી
Ambalal Patel Prediction: રાજ્યમાં ક્યારથી બેસશે ચોમાસુ, હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી
Apple iOS 27: આઇફોન વાપરવાની મજા થઇ જશે બેગણી, iOS 27 ના આ ફિચર્સ કરશે કમાલ
Apple iOS 27: આઇફોન વાપરવાની મજા થઇ જશે બેગણી, iOS 27 ના આ ફિચર્સ કરશે કમાલ
Embed widget