Pandit Dhirendra Krishna Shastri: બાગેશ્વર ધામના પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી ફરી એકવાર ચર્ચામાં છે, આ વખતે તેમના લગ્નને લઈને. અનેક લોકો અને મીડિયા દ્વારા તેમના લગ્ન અંગે સવાલો પૂછવામાં આવતા હોય છે, ત્યારે ફરી એકવાર જ્યારે તેમને લગ્ન વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે રસપ્રદ જવાબ આપ્યો હતો. પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીને જ્યારે તેમના લગ્ન વિશે સવાલ કરવામાં આવ્યો કે તેઓ ક્યારે લગ્ન કરશે, તો તેમણે જણાવ્યું કે તેઓ તેમના માતા-પિતાની ઈચ્છા મુજબ જ લગ્ન કરશે.

લગ્નની વાત પર બાબા બાગેશ્વરે હસતાં કહ્યું કે, "આ કોઈ સ્લિપ કાઢવા જેવી વાત નથી, પરંતુ અમે જલ્દી જ પારિવારિક જીવનમાં પ્રવેશ કરીશું." તેમણે આ વાતને કોઈ મોટો મુદ્દો કે દેશ માટે ચિંતાનો વિષય ગણાવ્યો ન હતો. વધુમાં તેમણે પોતાના જીવનના લક્ષ્યો અને સપનાઓ વિશે વાત કરતાં જણાવ્યું કે, "મારા કેટલાક અંગત સપનાઓ છે જે મને રાત્રે ઊંઘવા નથી દેતા. મારે મારા દેશ અને મારા પ્રદેશ માટે ઘણું કામ કરવું છે અને આગળ વધવું છે. લગ્ન તો માત્ર એક પારિવારિક જીવનનો ભાગ છે, અને હું તેને પારિવારિક જીવનમાં રહીને જ આગળ વધારીશ."

પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીને એવો પણ પ્રશ્ન પૂછવામાં આવ્યો કે તેમની પત્ની કેવી હોવી જોઈએ, એટલે કે તેમના જીવનસાથી કેવા હોવા જોઈએ. આ સવાલના જવાબમાં બાબા બાગેશ્વરે ખુબ જ સરળતાથી ઉત્તર આપતા કહ્યું કે, "આ બાબતે અમારું કોઈ ખાસ ધોરણ નથી. અમે અમારા માતા-પિતા, ગુરુદેવ અને ભગવાનની ઈચ્છાને જ સર્વોપરી માનીએ છીએ. તેમનો જે નિર્ણય હશે તે જ અમારા માટે અંતિમ હશે. અમે અમારા પરિવારની પરંપરાઓ અને નિયમો અનુસાર જ અમારું જીવન જીવીએ છીએ."

આમ, પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીના જવાબથી સ્પષ્ટ થાય છે કે તેમના માટે લગ્ન એક મહત્વપૂર્ણ જવાબદારી છે, પરંતુ હાલમાં તેમના રાષ્ટ્ર અને ધર્મના કાર્યો તેમના માટે વધુ મહત્વના છે. તેઓ ટૂંક સમયમાં લગ્ન કરશે તેવું જણાય છે, પરંતુ તે ક્યારે થશે અને તેમના જીવનસાથી કોણ હશે તે જોવાનું રસપ્રદ રહેશે. તેમના ભક્તો અને અનુયાયીઓ તેમના લગ્નની જાહેરાતની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

આ પણ વાંચો....

ફડણવીસ સાથે ઘમાસાણની વચ્ચે એકનાથ શિંદેની ચેતવણી, કહ્યું - મને હલકામાં ન લેતા, સમજવાવાળા સમજી લે...