શોધખોળ કરો

Israel Iran War: ખામેનીના મોતથી શોકમાં ડૂબ્યું ભારતનું આ ગામ, જાણો ઈરાનના સુપ્રીમ લીડરનું ઉત્તર પ્રદેશ કનેક્શન

Israel Iran War: બારાબંકીનું કિંતુર ગામ ઇઝરાયલી હુમલામાં આયાતુલ્લાહ અલી ખામેનીના મૃત્યુના સમાચારથી શોકમાં છે. ખામેનીના દાદા, સૈયદ અહમદ મુસાવી હિન્દી, 18મી અને 19મી સદી દરમિયાન આ ગામમાં રહેતા હતા.

Israel Iran War: મધ્ય પૂર્વમાં વધતા તણાવ વચ્ચે ઈઝરાયેલી હુમલામાં ઈરાનના સુપ્રીમ લીડર આયાતુલ્લા અલી ખામેનેઈના મોતના સમાચારથી આખી દુનિયા હચમચી ગઈ છે. ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલો ભીષણ સંઘર્ષ હવે મોટા યુદ્ધનું સ્વરૂપ લેતો દેખાઈ રહ્યો છે. આ ઘટના બાદ જ્યાં આંતરરાષ્ટ્રીય રાજકારણમાં હલચલ તેજ થઈ છે, ત્યાં ઉત્તર પ્રદેશના બારાબંકી જિલ્લાનું એક નાનકડું ગામ 'કિંતૂર' પણ ગમગીનીમાં ડૂબી ગયું છે.

કિંતૂર ગામ સાથે જોડાયેલા હતા પૂર્વજોના મૂળ

બારાબંકીની સિરૌલી ગૌસપુર તહેસીલમાં આવેલું કિંતૂર ગામ અચાનક ચર્ચામાં આવી ગયું છે. કહેવાય છે કે ખામેનેઈના દાદા સૈયદ અહેમદ મુસાવી હિન્દી 18મી-19મી સદી દરમિયાન આ જ ગામમાં રહેતા હતા. પરિવારે પોતાની મૂળ ઓળખ જાળવી રાખવા માટે તેમના નામ સાથે 'હિન્દી' ઉપનામ જોડ્યું હતું. ગામના વડીલો જણાવે છે કે અહીં આજે પણ કેટલાક જૂના દસ્તાવેજો અને પૂર્વજોના મકાનોની યાદો મોજૂદ છે, જેનાથી આ ઐતિહાસિક સંબંધની ખબર પડે છે. જેવા સોશિયલ મીડિયા અને ટીવી ચેનલો દ્વારા હુમલા અને મોતના સમાચાર ગામમાં પહોંચ્યા, લોકો પોતપોતાના ઘરમાં બેસીને સમાચાર જોવા લાગ્યા હતા.

ગામમાં છવાયો સન્નાટો, લોકોની આંખો થઈ નમ

સમાચાર મળતા જ કિંતૂર ગામમાં સન્નાટો છવાઈ ગયો હતો. સ્થાનિક રહેવાસી સૈયદ નિહાલ મિયાંએ નમ આંખો સાથે કહ્યું કે, આ માત્ર ઈરાનનું જ નહીં પણ આખી દુનિયાનું નુકસાન છે. તેમના મતે, ખામેનેઈને લોકો એક મોટા ધાર્મિક અને રાજકીય નેતા તરીકે ઓળખતા હતા. ડૉ. રેહાન કાઝમીએ પણ દુઃખ વ્યક્ત કરતા કહ્યું કે આ બહુ મોટી ક્ષતિ છે. ગામમાં ઘણા લોકો તેને "ઇતિહાસની પીડાદાયક ક્ષણ" ગણાવી રહ્યા છે. લોકો પરસ્પર બેસીને જૂના સંબંધો અને આ ઐતિહાસિક જોડાણની ચર્ચા કરી રહ્યા છે.

વૈશ્વિક સ્તરે વધ્યો તણાવ

ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે ચાલી રહેલો સંઘર્ષ હવે વધુ ગંભીર બન્યો છે. હુમલા અને જવાબી કાર્યવાહીથી સમગ્ર મધ્ય પૂર્વમાં અસ્થિરતા વધી ગઈ છે. અનેક દેશોએ શાંતિની અપીલ કરી છે, જ્યારે સામાન્ય લોકોમાં ડર અને ચિંતાનો માહોલ છે. નિષ્ણાતો માની રહ્યા છે કે આ ઘટના આવનારા સમયમાં આંતરરાષ્ટ્રીય રાજકારણની દિશા બદલી શકે છે. હાલમાં આખી દુનિયાની નજર આ ક્ષેત્ર પર ટકેલી છે.

નાના ગામની મોટી ઓળખ

કિંતૂર ગામના લોકો ભલે સાદું જીવન જીવતા હોય, પરંતુ આ ઘટનાએ તેમના ગામને વૈશ્વિક સ્તરે હેડલાઈન્સમાં લાવી દીધું છે. ગામના લોકોનું કહેવું છે કે તેમને તેમના ઐતિહાસિક સંબંધ પર ગર્વ છે, પરંતુ આ પ્રકારના દુઃખદ સમાચારથી તેઓ અંદર સુધી હચમચી ગયા છે. યુદ્ધની આગ ભલે હજારો કિલોમીટર દૂર સળગી રહી હોય, પરંતુ તેની અસર બારાબંકીના આ નાનકડા ગામ સુધી સ્પષ્ટપણે અનુભવાઈ રહી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

LPG ગેસ 115 રૂપિયા મોંઘો, ઘરેલુ સિલિન્ડરના ભાવમાં 60 રૂપિયાનો વધારો
LPG ગેસ 115 રૂપિયા મોંઘો, ઘરેલુ સિલિન્ડરના ભાવમાં 60 રૂપિયાનો વધારો
અખિલેશ યાદવનું મોટું નિવેદન,
અખિલેશ યાદવનું મોટું નિવેદન, "અમે બધા લોકો મળીને નીતિશ કુમારને પ્રધાનમંત્રી..."
JDU એ CM પદ માટે ઠોક્યો દાવો, ધારાસભ્યોની માંગ , 'નિશાંત કુમારને બનાવવામાં આવે મુખ્યમંત્રી'
JDU એ CM પદ માટે ઠોક્યો દાવો, ધારાસભ્યોની માંગ , 'નિશાંત કુમારને બનાવવામાં આવે મુખ્યમંત્રી'
દેશમાં નહીં થાય રસોઈ ગેસની અછત, મિડલ ઈસ્ટમાં યુદ્ધ વચ્ચે સરકારે LPG પ્રોડક્શન વધારવા આપ્યા આદેશ 
દેશમાં નહીં થાય રસોઈ ગેસની અછત, મિડલ ઈસ્ટમાં યુદ્ધ વચ્ચે સરકારે LPG પ્રોડક્શન વધારવા આપ્યા આદેશ 
Advertisement

વિડિઓઝ

ઉમરેઠના ધારાસભ્ય ગોવિંદ પરમારનું નિધન, છેલ્લા કેટલાક સમયથી હતા બીમાર
Hun To Bolish | હું તો બોલીશ | કોળી સમાજમાં કેમ પડ્યા બે ભાગ ?
Hun To Bolish | હું તો બોલીશ | આ પનીર ન ખાતા
Koli Samaj News : કોળી સમાજના સૌથી મોટા સંગઠનમાં બે ભાગલા!
Ahmedabad Civil Hospital: અમદાવાદ સિવિલમાં બે સફળ ઓપરેશન
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
LPG ગેસ 115 રૂપિયા મોંઘો, ઘરેલુ સિલિન્ડરના ભાવમાં 60 રૂપિયાનો વધારો
LPG ગેસ 115 રૂપિયા મોંઘો, ઘરેલુ સિલિન્ડરના ભાવમાં 60 રૂપિયાનો વધારો
'ઈરાન કોઈ શરત વગર સરેન્ડર કરે, તેમાં જ ભલાઈ', ડૉનાલ્ડ ટ્રમ્પની તેહરાનને ફરી ધમકી 
'ઈરાન કોઈ શરત વગર સરેન્ડર કરે, તેમાં જ ભલાઈ', ડૉનાલ્ડ ટ્રમ્પની તેહરાનને ફરી ધમકી 
ઉમરેઠના લોકપ્રિય ધારાસભ્ય ગોવિંદ પરમારનું હાર્ટ એટેકનાં કારણે નિધન
ઉમરેઠના લોકપ્રિય ધારાસભ્ય ગોવિંદ પરમારનું હાર્ટ એટેકનાં કારણે નિધન
પ્લેઈંગ ઈલેવનમાં અભિષેક શર્મા હશે કે નહીં? અમદાવાદમાં ફાઈનલ પહેલા ગૌતમ ગંભીરને મળી સલાહ
પ્લેઈંગ ઈલેવનમાં અભિષેક શર્મા હશે કે નહીં? અમદાવાદમાં ફાઈનલ પહેલા ગૌતમ ગંભીરને મળી સલાહ
8th Pay Commission: સરકારી કર્મચારી અને પેન્શનર્સને બખ્ખા! આ ફોર્મ્યૂલાથી 34 હજારથી વધુ હશે મિનિમમ સેલેરી?
8th Pay Commission: સરકારી કર્મચારી અને પેન્શનર્સને બખ્ખા! આ ફોર્મ્યૂલાથી 34 હજારથી વધુ હશે મિનિમમ સેલેરી?
Gujarat Weather: કાળઝાળ ગરમી માટે તૈયાર રહેજો, આગામી 5 દિવસ હીટવેવની હવામાન વિભાગે કરી આગાહી 
Gujarat Weather: કાળઝાળ ગરમી માટે તૈયાર રહેજો, આગામી 5 દિવસ હીટવેવની હવામાન વિભાગે કરી આગાહી 
T20 World Cup ફાઇનલને લઈને અમદાવાદમાં હોટલના ભાડા પહોંચ્યા આસમાને, 60 હજારથી લઈને...

Embed widget