Rameshwaram Cafe Blast Case: બેંગલુરુમાં રામેશ્વરમ કેફે બ્લાસ્ટ કેસમાં મુખ્ય શંકાસ્પદ આરોપીની ધરપકડ કરી હતી.  આતંકવાદ વિરોધી એજન્સીના સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, બેંગલુરુના રામેશ્વરમ કેફે બ્લાસ્ટ કેસના એક મુખ્ય શંકાસ્પદને નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA) દ્વારા કસ્ટડીમાં લેવામા આવ્યો છે. હાલમાં તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. શંકાસ્પદ આરોપીની ઓળખ બેલ્લારીના કાઉલ બજારમાં રહેતા શબ્બીર તરીકે થઇ છે.

Continues below advertisement

નોંધનીય છે કે કેફેમાં IED બ્લાસ્ટ થયો હતો, જેમાં 10 લોકો ઘાયલ થયા હતા. નોંધનીય છે કે કેફેમાં થયેલા વિસ્ફોટ બાદ આરોપીઓ સાથે જોડાયેલા ઘણા ફોટા અને સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા, જેના આધારે NIA તપાસમાં લાગી હતી. NIAએ શંકાસ્પદ વ્યક્તિનો ફોટો પોસ્ટ કર્યો છે અને તેના ઠેકાણા વિશે માહિતી આપનારને 10 લાખ રૂપિયાના રોકડ ઈનામની જાહેરાત કરી હતી.

ઈસ્ટ બેંગલુરુના બ્રુકફીલ્ડ વિસ્તારની એક રેસ્ટોરન્ટમાં 'ઈમ્પ્રુવાઈઝ્ડ એક્સપ્લોઝિવ ડિવાઈસ' (IED) વડે વિસ્ફોટ કરવામાં આવ્યો હતો. બ્લાસ્ટને કારણે 10 લોકો ઘાયલ થયા છે. આ કેસની તપાસ હાલમાં નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA) પાસે છે, જ્યારે બેંગલુરુ પોલીસની સેન્ટ્રલ ક્રાઈમ બ્રાન્ચ (CCB) તેમાં મદદ કરી રહી છે.

Continues below advertisement

કર્ણાટકના ગૃહમંત્રી જી. પરમેશ્વરે 11 માર્ચ, 2024 ના રોજ આ બાબતે કહ્યું હતું કે 'ધ રામેશ્વરમ કેફે' માં થયેલા વિસ્ફોટ સાથે સંબંધિત કેસની તપાસ કરી રહેલા અધિકારીઓએ શંકાસ્પદ વ્યક્તિની ઓળખ કરી છે અને તેને પકડવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. એજન્સી શંકાસ્પદની ઓળખની પુષ્ટી કરી હતી.

બેંગલુરુમાં 1 માર્ચે થયેલા બોમ્બ વિસ્ફોટમાં કુલ 10 લોકો ઘાયલ થયા હતા. બ્લાસ્ટ વખતે કેફેમાં ઘણા લોકો હાજર હતા. એક શંકાસ્પદ વ્યક્તિએ કેફે કાઉન્ટર પર બેગ મૂકી હતી જેમાં સેકન્ડ પછી વિસ્ફોટ થયો હતો. બ્લાસ્ટને કારણે અફરાતફરી મચી ગઈ હતી. કેફેની અંદરના લોકોના કપડાં બળી ગયા હતા. આ પછી બેંગલુરુ પોલીસે તપાસ શરૂ કરી અને બાદમાં 5 માર્ચે તપાસ NIAને સોંપી હતી.  CCTV ફૂટેજ સ્કેન કર્યા બાદ NIAએ આરોપીઓ સુધી પહોંચ્યા બાદ તેમની તસવીરો જાહેર કરી હતી. આ સાથે તપાસ એજન્સીએ 10 લાખ રૂપિયાનું ઈનામ પણ રાખ્યું હતું.

તપાસમાં સામે આવ્યું છે કે રામેશ્વરમ કેફેમાં બોમ્બ રાખ્યા બાદ આરોપીએ મસ્જિદમાં જઈને કપડાં પણ બદલ્યા હતા. તપાસ એજન્સીને શંકાસ્પદની કેપ પણ મળી આવી હતી. બાદમાં બસમાં મુસાફરી કરતા તેના ફૂટેજ પણ સામે આવ્યા હતા.