Bengaluru Rainfall : કર્ણાટકની રાજધાની બેંગલુરુમાં લાંબા સમય બાદ ભારે વરસાદ થયો છે. જેના કારણે સ્થાનિક લોકોને ગરમીથી ઘણી રાહત મળી છે. આપને જણાવી દઈએ કે હાલ સમગ્ર દેશ ભારે ગરમીની ઝપેટમાં છે. જો કે, આ દરમિયાન, બેંગલુરુમાં લગભગ 5 મહિના પછી વરસાદથી લોકોને ગરમીથી રાહત મળી છે. 2 મેના રોજ શહેરના કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડ્યો હતો, જેનો વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થઈ રહ્યો છે.


દક્ષિણથી ઉત્તર ભારતમાં તીવ્ર ગરમીની લહેર ચાલી રહી છે. જેના કારણે લોકોને બહાર નીકળવામાં મુશ્કેલી પડી રહી છે. ભારતના મોટાભાગના શહેરોમાં ઉનાળાની શરૂઆતથી જ વરસાદના અભાવે લોકો ખૂબ જ પરેશાન છે. પરંતુ બેંગલુરુમાં વરસાદે લોકોના ચહેરા પર સ્મિત લાવી દીધું છે. તમને જણાવી દઈએ કે શહેરમાં પહેલેથી જ પાણીની તંગી છે. ત્યાર બાદ વધતા તાપમાને લોકોનું જનજીવન મુશ્કેલ બનાવી દીધું હતું.






સમગ્ર દેશ કાળઝાળ ગરમી અને હીટ વેવથી લોકો ત્રસ્ત છે. જેના કારણે લોકોને ઘરની બહાર નીકળવું મુશ્કેલ બની રહ્યું છે. આકરી ગરમી વચ્ચે શુક્રવારે કર્ણાટક, બેંગલુરુના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. બેંગલુરુમાં વરસાદ વચ્ચે વિધાના સૌધા વિસ્તારનો એક વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે વરસાદ પડી રહ્યો છે. વરસાદ વચ્ચે વાહનો આવી રહ્યા છે. વરસાદ બાદ લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. ખરેખર, વરસાદને કારણે અમુક અંશે વાતાવરણ ખૂબ જ સુંદર બની ગયું છે. 


પહાડોમાં હિમવર્ષા 


છેલ્લા કેટલાક અઠવાડિયાથી જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ રાજ્યોમાં વરસાદ પડી રહ્યો છે. આ ઉપરાંત આ રાજ્યોના ઉચ્ચ વિસ્તારોમાં સતત હિમવર્ષા થઈ રહી છે. જેના કારણે અહીંનું વાતાવરણ ખૂબ જ સુંદર બની ગયું છે.  ઉનાળામાં રજાઓ માણવા લોકો પહાડો તરફ જઈ રહ્યા છે. આ સિવાય મેદાની વિસ્તારોમાં હિમવર્ષાની અસર જોવા મળી રહી છે. જેના કારણે ઉત્તર ભારતના રાજ્યોમાં ઠંડી હવાના કારણે ગરમીથી થોડી રાહત મળી રહી છે.


ઉત્તર પ્રદેશમાં પણ ગરમી તેના તમામ રેકોર્ડ તોડી રહી છે. તાપમાન 44 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચી ગયું છે. ઘણા વિસ્તારોમાં હજુ પણ ભારે ગરમી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર યુપીમાં 5 થી 7 મે વચ્ચે ઘણા વિસ્તારોમાં વરસાદ પડી શકે છે, જેનાથી લોકોને ગરમીથી રાહત મળશે.


મેઘાલય, નાગાલેન્ડ, અરુણાચલ પ્રદેશ, મિઝોરમ, આસામ, મણિપુર અને ત્રિપુરા સહિત પૂર્વોત્તરના ઘણા રાજ્યોમાં હળવા વરસાદની શક્યતા છે. આ સિવાય સિક્કિમ, ઓડિશા અને પશ્ચિમ બંગાળના ઘણા ભાગોમાં થોડો વરસાદ થવાની સંભાવના છે. મે મહિનાથી શરુઆતમાં જ દેશમાં ખૂબ જ આકરી ગરમી પડી રહી છે. કાળઝાળ ગરમીના કારણે લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે.