બેંગ્લુરુ: એક અઠવાડીયા સુધી પડેલી કાળઝાળ ગરમી બાદ બેંગલુરુના રહેવાસીઓને અંતે રાહત મળી હતી. શનિવારે શહેરમાં ભારે વરસાદ વરસ્યો હતો. જોરદાર પવન સાથે અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. જો કે, આ વરસાદની સાથે એક અસામાન્ય ઘટનાએ લોકોને મૂંઝવણમાં મૂકી દિધા છે. વરસાદ બાદ શહેરમાં રસ્તા પર સફેદ ચાદર જોવા મળી હતી, જેવો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
આ વિચિત્ર દ્રશ્યનો એક વીડિયો હવે ઈન્સ્ટાગ્રામ પર વાયરલ થઈ રહ્યો છે. મિલન નામના એક યૂઝર્સ દ્વારા શેર કરાવામાં આવેલી આ ક્લિપમાં રસ્તા પર સફેદ ચાદર જોવા મળી રહી છે. વિડિયો પરના ટેક્સ્ટમાં લખ્યું છે, "કમોસમી વરસાદ પછી રહસ્યમય સફેદ ચાદર બેંગલુરુના રસ્તાઓને ઢાંકી દિધા છે. શું થઈ રહ્યું છે ?" મિલને વીડિયોને કેપ્શન આપ્યું, "શું કોઈને ખબર છે કે શું થઈ રહ્યું છે ? ઉનાળાની અનપેક્ષિત ગરમીમાં વરસાદ બાદ બેંગલુરુના રસ્તાઓ સફેદ ચાદરમાં ફેરવાઈ ગયા!"
ઉત્સુક દર્શકોના જવાબમાં મિલને પાછળથી સ્થળ અંગે સ્પષ્ટતા કરતા ટિપ્પણી કરી, "જો તમે વિચારી રહ્યાં હોય કે આ કયો વિસ્તાર છે તો આ NIMHANS ડેરી સર્કલ છે."
આ વિડિયોને 4.5 મિલિયન વ્યૂઝ મળ્યા છે. જેણે સોશિયલ મીડિયા યુઝર્સમાં ઉત્સુકતા જગાવી છે. જ્યારે કેટલાક લોકોએ તેના કારણો વિશે અનુમાન લગાવ્યું છે. તો કેટલાક લોકો રમૂજ કરી રહ્યા છે.
એક યૂઝર્સે જણાવ્યું, "તે એક પ્રકારના ઝાડને કારણે થયું છે. પ્રથમ વરસાદ દરમિયાન આ ઝાડના ફૂલો જ્યારે પાણીમાં ભળી જાય છે ત્યારે તે ફીણ જેવો પદાર્થ બનાવે છે. ટુ-વ્હીલર ચાલકો માટે રોડ લપસણો બની જાય છે જેથી આ દરમિયાન વાહન ચલાવવું જોખમી છે. તેને જોવામાં હંમેશા મજા આવે છે!"
અન્ય એક યૂઝર્સે મજાકમાં કહ્યું, "ઘરે પાછા ફરતી વખતે કોઈએ સર્ફ એક્સેલ ઢોળી દિધુ છે."
ત્રીજા યૂઝર્સે ચિંતા વ્યક્ત કરી, અને લોકોને સાવચેત રહેવા માટે કહ્યું હતું. !!!"
અન્ય એક યુઝર્સે વૃક્ષની થિયરીને સમર્થન આપતાં ઉમેર્યું હતું કે, "તે વૃક્ષોના ફૂલો છે જે પાણી સાથે પ્રતિક્રિયા આપે છે અને ફીણ બનાવે છે. આ વૃક્ષો બેંગ્લોરના તમામ રસ્તાઓ પર જોવા મળે છે."