Punjab News: પંજાબ સરકાર દ્વારા કેન્દ્રના નિર્ણયો વિરુદ્ધ વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. વિધાનસભા સત્ર દરમિયાન પંજાબના સીએમ ભગવંત માને કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. ભગવંત માનનો આરોપ છે કે, કેન્દ્ર સરકારે ના તો કોઈને સાથ આપવો છે અને ના તો કોઈનો સાથ લેવો છે.


ભગવંત માને કેન્દ્ર સરકાર પર વધારાની વીજળી ના આપવાનો આરોપ લગાવ્યો છે. ભગવંત માને કહ્યું કે, "દિલ્હીમાં કોઈ પણ કામ કરવું હોય તો લેફ્ટનન્ટ ગવર્નરની પરવાનગી લેવી પડે છે, ત્યાં સીએમનું કંઈ ચાલહતું નથી કારણ કે સરકાર કોઈ અન્ય પક્ષ દ્વારા બનાવવામાં આવી છે. પંજાબે કેન્દ્ર સરકાર પાસેથી વધારાની વીજળી માંગી પરંતુ અમને ના પાડી અને હરિયાણાને વીજળી આપી દેવામાં આવી.


ભગવંત માને પીએમ નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કર્યા હતા. ભગવંત માને સાથ ન આપવાનો આરોપ લગાવતા કહ્યું કે, પીએમ મોદી કહે છે કે, સૌનો સાથ સૌનો વિકાસ તો ક્યાં છે તમારો સાથ? તમારે ના તો સાથ આપવાનો છે કે ના તો તમારે કોઈનો સાથે લેવો છે.


ભગવંત માને કેન્દ્ર સરકાર પર ગંભીર આક્ષેપો કર્યાઃ
કેન્દ્ર સરકારે ચંદીગઢના કર્મચારીઓ પર કેન્દ્રીય સેવા નિયમો લાગુ કરવાનો નિર્ણય લીધો છે. કેન્દ્ર સરકારના આ નિર્ણયનો પંજાબ સરકાર દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. પંજાબના સીએમ ભગવંત માને તેને રાજ્યના અધિકારો પર હુમલો ગણાવ્યો છે.


શુક્રવારે મળેલા પંજાબ વિધાનસભાના વિશેષ સત્રમાં મુખ્યમંત્રી ભગવંત માને ચંદીગઢને ફક્ત પંજાબની જ રાજધાની બનાવવાનો પ્રસ્તાવ પણ રજૂ કર્યો હતો. ભગવંત માનની સરકારે કેન્દ્ર સરકાર પાસે માંગ કરી છે કે, ચંદીગઢને સંપૂર્ણપણે પંજાબને સોંપવામાં આવે.


આ પણ વાંચોઃ


પ્રધાનમંત્રી મોદીને જાનથી મારી નાખવાની ધમકી ભર્યો મેઈલ આવ્યો, સુરક્ષા એજન્સીઓ એલર્ટ