EPFO 3.0: તાજેતરમાં કેન્દ્ર સરકારે PAN 2.0 લાગુ કર્યું છે. વળી, PAN 2.0 ની તર્જ પર EPFO ​​3.0 લાવવાની તૈયારીઓ ચાલી રહી છે, પરંતુ સવાલ એ છે કે આ પછી શું ફેરફારો થશે? વાસ્તવમાં, EPFO ​​3.0 લાગુ થયા પછી કર્મચારીઓ તેમના પીએફમાં જોઈએ તેટલા પૈસા જમા કરાવી શકશે. આ ઉપરાંત એટીએમમાંથી પેન્શનના પૈસા ઉપાડવાની પણ જોગવાઈ હશે.


EPFO 3.0 લાગુ થયા બાદ શું-શું બદલાશે ? 
એવું માનવામાં આવે છે કે, EPFO ​​3.0 લાગુ થયા પછી કર્મચારીઓ માટે પ્રૉવિડન્ટ ફંડમાં મૂળભૂત પગારના 12 ટકા યોગદાનની લિમીટ ખતમ થઈ જશે. જો આવું થાય તો તમે ઇચ્છો તેટલું પેન્શન જમા કરી શકશો. ઉપરાંત કર્મચારીઓ એટીએમમાંથી પીએફમાં જમા કરાયેલા પૈસા ઉપાડી શકશે. આ પછી પીએફ માટે ઓનલાઈન અને ઓફલાઈન અરજીની ઝંઝટનો અંત આવશે.


તો પછી ઈપીએસ-95 માં વધુ કૉન્ટ્રીબ્યૂટ કરવાની અનુમતિ મળી જશે... 
હાલમાં, EPFO ​​ખાતાધારકના મૂળ પગારના 12 ટકા EPF ખાતામાં જમા થાય છે. એ જ રીતે એમ્પ્લૉયર દ્વારા કર્મચારીના પીએફમાં પણ રકમ જમા કરવામાં આવે છે. તેમાંથી 8.33 ટકા EPS-95માં જાય છે. વળી, બાકીની 3.67 ટકા રકમ EPFO ​​ખાતામાં જમા છે, પરંતુ આમાં મોટો ફેરફાર ટૂંક સમયમાં શક્ય છે. એવું માનવામાં આવે છે કે સરકાર ટૂંક સમયમાં કર્મચારીઓને તેમના પેન્શન વધારવા માટે EPS-95માં વધુ યોગદાન આપી શકે છે. જેની અસર પીએમ યોગદાન વધારવા પર પડશે.


પીએફ કૉન્ટ્રીબ્યૂશન માટે લાગુ 12 ટકા લિમીટ હટશે ? 
જો મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો, સરકાર PF યોગદાન માટે લાગુ 12 ટકાની મર્યાદાને દૂર કરી શકે છે. આ સિવાય કર્મચારીઓને તેમની બચત મુજબ યોગદાન આપવાનો વિકલ્પ પણ આપી શકાય છે. આ અંતર્ગત કર્મચારીઓ ઈચ્છે તેટલો પીએફ જમા કરાવી શકશે. જો કે, એમ્પ્લૉયરનું યોગદાન પગાર અનુસાર નક્કી કરવામાં આવશે. આ સિવાય EPF ખાતાધારકોને ડેબિટ કાર્ડ પણ આપી શકાય છે. આ કાર્ડથી તે એટીએમમાંથી પીએફના પૈસા ઉપાડી શકશે. પીએફમાં જમા રકમના 50 ટકા ઉપાડવાની જોગવાઈ હોઈ શકે છે.


આ પણ વાંચો


EPFO 3.0 Update: EPF કન્ટ્રીબ્યૂશનમાં સરકાર આપશે સબ્સક્રાઇબર્સને આ વિકલ્પ, ATMમાંથી પણ ઉપાડી શકશો રૂપિયા