ભારતમાં કોરોના વાયરસના કેસમાં છેલ્લા એક સપ્તાહમાં વધારો થયો છે. જો કે દેશમાં ફેબ્રુઆરીમાં સુધીમાં કેસનામાં ઘટાડો થશે. સરકારના સૂત્રો દ્રારા આ મુદ્દે જાણકારી મળી છે. સૂત્રો દ્રારા મળતી માહિતી મુજબ મેટ્રો શહેરમાં કોવિડના કેસ ઘટવા લાગ્યાં છે. તેમજ હાલ સ્થિરતા પણ જોવા મળી રહી છે.
વેક્સિનેશનના કારણે કોરોનાની ત્રીજી લહેરનો પ્રભાવ ઓછો થઇ રહ્યો છે.સૂત્રો દ્રારા મળતી માહિતી અનુસાર સ્વાસ્થ્ય મંત્રાલય રાજયો અને કેન્દ્રશાસિત પ્રદેશની સાથે સમન્વય કરી રહ્યું છે. હાલ દેશમાં 74 ટકા આબાદી ફુલી વેક્સિનેટ થઇ ચૂકી છે.
દેશમાં કોરોનાની વર્તમાન સ્થિતિ શું છે
ndia Corona Cases Today: ભારતમાં જાન્યુઆરીની શરૂઆતથી કોરોનાના કેસ તીવ્ર ગતિએ વધી રહ્યા. દેશમાં કોરોનાના નવા કેસ સૌથી વધુ મહારાષ્ટ્રમાં સામે આવી રહ્યા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યા મુજબ, છેલ્લા 24 કલાકમાં 3,06,064 નવા કેસ નોંધાયા છે અને 439 સંક્રમિતોએ જીવ ગુમાવ્યો છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 2,43,495 સંક્રમિતો સાજા થયા છે. દેશમાં ગઈકાલ કરતાં આજે 27,649 કેસ ઓછા નોંધાયા છે. દેશમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 22,49,355 પર પહોંચી છે. દૈનિક પોઝિટિવિટી રેટ 20.75 ટકા છે.
કેટલું ટેસ્ટિંગ થયું
દેશમાં 23 જાન્યુઆરીએ 14,74,753 ટેસ્ટ કરવામાં આવ્યા હોવાનું સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું છે.
- કુલ એક્ટિવ કેસઃ 22,49,335
- કુલ ડિસ્ચાર્જઃ 3,68,04,145
- કુલ મૃત્યુઆંકઃ 4,89,848
- કુલ રસીકરણઃ 162,26,07,516 (જેમાંથી ગઈકાલે 27,56,364 ડોઝ આપવામાં આવ્યા હતા.)