પટનાઃ બિહારમાં પ્રથમ તબક્કામાં 16 જિલ્લાની 71 વિધાનસભા બેઠક પર યોજાનારી ચૂંટણી માટે આજે નોટિફિકેશન બહાર પડશે. 8 ઓક્ટોબર ઉમેદવારી નોંધાવવાની અંતિમ તારીખ છે, જ્યારે 12 ઓક્ટોબર સુધીમાં ઉમેદવારી પરત ખેંચી શકાશે. જોકે હજુ સુધી એક પણ પક્ષે ઉમેદવારનો નામ નક્કી નથી કર્યા, આ સ્થિતિમાં પ્રથમ દિવસે ઉમેદવારીની આશા બહુ ઓછી છે.
સત્તારૂઢ એનડીએ હોય કે વિપક્ષનું ગઠબંધન બંને પક્ષોમાં સીટને લઈ હજુ કંઈ ફાઇનલ થયું નથી. તમામ રાજકીય પક્ષોમાં સીટોને લઈ હજુ સુધી કંઈ નક્કી થયું નથી. તમામ રાજકીય પક્ષો ગઠબંધનની ગાંઠ વધુ મજબૂત કરવામાં લાગ્યા છે. વિધાનસભા ચૂંટણી લડવા માંગતા વિવિધ રાજકીય પક્ષોના નેતા પૂરી તાકાત લગાવી રહ્યા છે.
આ દરમિયાન ભાજપના વરિષ્ઠ નેતા ભૂપેન્દ્ર યાદવે કહ્યું કે, બીજેપી જેડીયુ અને એલજેપી સાથે મેદાનમા ઉતરશે. તેમણે કહ્યું કે, મુખ્યમંત્રી નીતિશ કુમારના નેતૃત્વમાં એનડીએ ગઠબંધન બિહાર ચૂંટણી લડશે. જ્યારે જીતનરામ માંજીની પાર્ટીએ પણ જેડીયુને સમર્થન આપ્યું છે. દેવન્દ્ર ફડણવીસને બિહાર ચૂંટણીના પ્રભારી નિમવામાં આવ્યા છે.
બિહારમાં વિધાનસભાની કુલ 243 સીટ છે. રાજ્યમાં 28 નવેમ્બરે પ્રથમ તબક્કામાં 71 સીટ પર, 3 નવેમ્બરે બીજા તબક્કમાં 94 સીટ પર અને 7 નવેમ્બરે ત્રીજા તબક્કામાં 78 સીટ પર વોટિંગ થશે. 10 નવેમ્બરે મત ગણતરી થશે.
દેશમાં આજથી થઈ અનલોક 5ની શરૂઆત, આ રાજ્યોમાં હજુ પણ રહેશે લોકડાઉન
કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ
કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ
બિહાર વિધાનસભા ચૂંટણીઃ આજથી શરૂ થશે નામાંકન, હજુ સુધી એક પણ પક્ષે નથી જાહેર કર્યા ઉમેદવાર
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Oct 2020 08:29 AM (IST)
તમામ રાજકીય પક્ષો ગઠબંધનની ગાંઠ વધુ મજબૂત કરવામાં લાગ્યા છે. વિધાનસભા ચૂંટણી લડવા માંગતા વિવિધ રાજકીય પક્ષોના નેતા પૂરી તાકાત લગાવી રહ્યા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -