Rahul Gandhi Bihar Tour: પટના સ્થિત કોંગ્રેસના પ્રદેશ કાર્યાલય (સદાકત આશ્રમ)માં સોમવારે (07 એપ્રિલ) રાહુલ ગાંધીની બેઠક દરમિયાન એક વ્યક્તિને દોડાવી દોડાવીને માર મારવામાં આવ્યો હતો. સદાકત આશ્રમની અંદર રાહુલ ગાંધી બેઠક કરી રહ્યા હતા, તે દરમિયાન કેટલાક લોકોએ પરિસરમાં એક યુવકને માર મારવાનું શરૂ કર્યું. દુર્વ્યવહાર કરતા કહ્યું, મારો…#@$**. આ દરમિયાન બિહાર કોંગ્રેસના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ અખિલેશ પ્રસાદ પણ જોવા મળ્યા હતા.
મારપીટ કયા આધારે થઈ તે સ્પષ્ટ નથી. કહેવામાં આવી રહ્યું છે કે અખિલેશ પ્રસાદ સિંહના એક સમર્થક સાથે મારપીટ કરવામાં આવી છે. પૂર્વ ધારાસભ્ય અમિત કુમાર તુન્નાના સમર્થકો પર મારપીટનો આરોપ છે. રાહુલ ગાંધીનો કાર્યક્રમ હતો અને મોટી સંખ્યામાં મીડિયાકર્મીઓ પણ હાજર હતા. મીડિયાકર્મીઓએ આ ઘટનાનો વીડિયો કેમેરામાં કેદ કર્યો હતો. બાદમાં કેટલાક લોકો યુવકને ચોર કહેવા લાગ્યા હતા. કદાચ આ મામલાને દબાવા માટે આવી વાત કરવામાં આવી હતી.
આ બાબત ચર્ચામાં છે...
આ લડાઈ પાછળનું કારણ એ છે કે અખિલેશ પ્રસાદ સિંહના એક સમર્થકે પૂર્વ ધારાસભ્ય અમિત કુમાર તુન્ના સાથે ગેરવર્તન કર્યું હતું. આ જોઈને અમિત કુમાર તુન્નાના સમર્થકો ગુસ્સે થઈ ગયા અને પછી દોડાવી-દોડાવીને તે વ્યક્તિને માર માર્યો હતો. થોડીવાર માટે અરાજકતાનો માહોલ સર્જાયો હતો. હવે જોવાનું એ રહે છે કે આ વિવાદ વકર્યા બાદ કોંગ્રેસ આ મામલે શું કહે છે.
રાહુલ ગાંધી શ્રી કૃષ્ણ મેમોરિયલ હોલ બાદ સદાકત આશ્રમ પહોંચ્યા હતા
તમને જણાવી દઈએ કે રાહુલ ગાંધી આજે (07 એપ્રિલ) બિહાર પ્રવાસ પર આવ્યા હતા. પહેલા તેઓ બેગુસરાય પહોંચ્યા હતા. અહીં પદયાત્રામાં જોડાયા હતા. આ પછી પટના આવ્યા હતા. તેમણે શ્રી કૃષ્ણ મેમોરિયલ હોલમાં બંધારણ સુરક્ષા પરિષદને સંબોધિત કરી હતી. આ પછી સદાકત આશ્રમ પહોંચ્યા હતા. અહીં તેઓ પાર્ટીના નેતાઓને મળ્યા હતા. આ દરમિયાન, મારામારીના સમાચારે બધાને ચોંકાવી દીધા હતા.