Bihar Election 2020: આ તારીખ પહેલા થઈ જશે ચૂંટણી, EC એ આપી જાણકારી
એબીપી અસ્મિતા વેબ ટીમ | 04 Sep 2020 04:19 PM (IST)
બિહારની ચૂંટણી સાથે દેશમાં 64 વિધાનસભા અને એક લોકસભા બેઠકો પર પેટાચૂંટણી યોજાશે.
નવી દિલ્હી: બિહારની ચૂંટણી સાથે દેશમાં 64 વિધાનસભા અને એક લોકસભા બેઠકો પર પેટાચૂંટણી યોજાશે. કેંદ્રીય ચૂંટણી પંચે કહ્યું કે યોગ્ય સમય પર ચૂંટણીની તારીખો જાહેર થશે. ચૂંટણી પંચે કહ્યું કે, બિહારમાં 29 નવેમ્બર પહેલા વિધાનસભાની ચૂંટણીઓ યોજાશે. બિહારની 243 સદસ્યોની વિધાનસભાનો કાર્યકાળ 29 નવેમ્બરે સમાપ્ત થઈ જશે. એવામં જો યોગ્ય સમય પર ચૂંટણી યોજાશે તો 29 નવેમ્બર પહેલા ચૂંટણી થઈ જશે. આ પહેલા ચૂંટણી પંચે બિહાર વિધાનસભા ચૂંટણીના પ્રચાર અને મતદાનની પ્રક્રિયાને લઈ ગાઈડલાઈન જાહેર કરી દિધી છે. 1. મહામારીને જોતા ઉમેદવાર ઓનલાઈન નામાંકન દાખલ કરી શકે છે. 2. ભારતીય રાજકારણના ઈતિહાસમાં પ્રથમ વખત ઉમેદવાર જામીનની રકમ ઓનલાઈન જમા કરાવી શકશે. 3. કન્ટેઈનમેન્ટ ઝોનને ધ્યાનમાં રાખતા એક વખતમાં ઉમેદવારની સાથે માત્ર 5 લોકો જ કેમ્પેઈનિંગમાં જશે. 4. જન સભા અથવા રેલી આયોજન કરવાની મંજૂરી કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયની ગાઈડલાઈનને ધ્યાનમાં રાખીને આપવામાં આવશે. 5. મતદાન દરમિયાન બૂથ પર માસ્ક, હેન્ડ સેનિટાઈઝર, થર્મલ સ્કેનર, ગ્લોવ્સ, ફેસ શીલ્ડ અને પીપીઈ કીટનો ઉપયોગ કરવો પડશે. 6. આ સાથે જ મતદારો જે મતદાન માટે આવશે તેમણે વોટિંગ પ્રક્રિયા માટે પહેલાથી જ હેન્ડ ગ્લોવ્ઝ આપવા પડશે.