Bihar election 2025 : આગામી બિહાર વિધાનસભા ચૂંટણી માટે મતદાન 6 અને 11 નવેમ્બરના રોજ બે તબક્કામાં યોજાશે અને મતગણતરી 14 નવેમ્બરના રોજ થશે. મતદાન પહેલા એક મોટો સર્વે બહાર પાડવામાં આવ્યો છે. MATRIZE-IANS એ બિહાર વિધાનસભા ચૂંટણી પર એક ઓપિનિયન પોલ હાથ ધર્યો હતો. આ પોલમાં લોકોને પૂછવામાં આવ્યું હતું કે બિહારના મુખ્યમંત્રી પદ માટે તેમની પહેલી પસંદગી કોણ છે, જેના આશ્ચર્યજનક જવાબો મળ્યા છે.   

Continues below advertisement

બિહારમાં મુખ્યમંત્રી પદ માટે મુખ્યમંત્રી નીતિશ કુમારનું નામ હજુ પણ પ્રથમ પસંદગીના ઉમેદવારોની યાદીમાં સૌથી આગળ છે. 42 ટકા લોકોએ મુખ્યમંત્રી નીતિશ કુમારને, બાદમાં તેજસ્વી યાદવ 15 ટકા, પ્રશાંત કિશોર 0.9 ટકા, ચિરાગ પાસવાન 0.8 ટકા, સમ્રાટ ચૌધરી 0.3 ટકા અને અન્યને 23 ટકા લોકોએ પસંદગી કરી હતી.       

મુખ્યમંત્રી પદ માટે પહેલી પસંદગી કોણ છે ?

Continues below advertisement

નીતિશ કુમાર - 42તેજશ્વી યાદવ - 15પ્રશાંત કિશોર - 09ચિરાગ પાસવાન - 08સમ્રાટ ચૌધરી - 03અન્ય - 23

ઓપિનિયન પોલમાં જનતાને પૂછવામાં આવ્યું હતું કે તેઓ મુખ્યમંત્રી નીતિશ કુમારના કામથી કેટલા સંતુષ્ટ છે. 42  ટકા લોકોએ "ખૂબ જ સંતુષ્ટ" પ્રતિભાવો, 31  ટકા લોકોએ "સંતુષ્ટ" પ્રતિભાવો, અને 23  ટકા લોકોએ "અસંતુષ્ટ" પ્રતિભાવો અને 4  ટકા લોકોએ "અનિશ્ચિત" પ્રતિભાવો આપ્યા હતા.

NDA અને મહાગઠબંધનમાં દરેક પક્ષ માટે કેટલી બેઠકો?

આ ઓપિનિયન પોલમાં લોકોને બિહાર ચૂંટણીમાં દરેક પક્ષ કેટલી બેઠકો જીતશે તે વિશે પણ પૂછવામાં આવ્યું હતું. આ સર્વે મુજબ, બિહારમાં ભાજપ NDAમાં સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવે તેવી અપેક્ષા છે, જેમાં ભાજપ 80-85 બેઠકો, JDU 60-65, HAM 3-6, LJP (R) 4-6 અને RLM 1-2 બેઠકો જીતશે. આ ઉપરાંત, મહાગઠબંધનમાં, RJD ને 60-65 બેઠકો, કોંગ્રેસને 7-10 બેઠકો, CPI-ML ને 6-9 બેઠકો, CPI 0-1 બેઠકો, CPIM 0-1 બેઠકો, VIP 2-4 બેઠકો મળવાની ધારણા છે. 

પ્રથમ તબક્કાનું મતદાન 6 નવેમ્બરે 121 બેઠકો માટે અને બીજા તબક્કાનું મતદાન 11 નવેમ્બરે 122 બેઠકો માટે થશે. રાજ્યના રાજકીય ભવિષ્યનો ફેંસલો 14 નવેમ્બર, 2025 ના રોજ મત ગણતરી બાદ જાહેર કરવામાં આવશે. આ જાહેરાત સાથે જ સમગ્ર રાજ્યમાં આદર્શ આચારસંહિતા લાગુ થઈ ગઈ છે અને રાજકીય પક્ષોમાં ચૂંટણી પ્રચારની ગતિવિધિઓ તેજ બની છે.

Disclaimer: બિહાર વિધાનસભા ચૂંટણી માટે  MATRIZE-IANS દ્વારા કરવામાં આવેલ ઓપિનિયન પોલ બિહારના લોકો સાથેની વાતચીત પર આધારિત હતો. બિહારના તમામ 243 મતવિસ્તારોમાં 46,862 લોકોના ઇન્ટરવ્યુ લેવામાં આવ્યા હતા. આ સર્વે 18 સપ્ટેમ્બરથી 5 ઓક્ટોબર દરમિયાન હાથ ધરવામાં આવ્યો હતો. મતદાનના પરિણામોમાં ભૂલનો માર્જિન પ્લસ માઇનસ 3 ટકા છે. આ ઓપિનિયન પોલ ABP ન્યૂઝ દ્વારા હાથ ધરવામાં આવ્યો ન હતો.