Bihar Election: પ્રશાંત કિશોરની જન સૂરાજ પાર્ટીએ તેજસ્વી યાદવની રાઘોપુર બેઠક પર પોતાના ઉમેદવારના નામની જાહેરાત કરી છે. પ્રશાંત કિશોર પોતે આ બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા નથી. જન સૂરાજએ રાઘોપુર બેઠક માટે ચંચલ સિંહને મેદાનમાં ઉતાર્યા છે. આનો અર્થ એ થયો કે પ્રશાંત કિશોર હવે ચૂંટણી લડે તેવી શક્યતા નથી, કારણ કે તેઓ રોહતાસ જિલ્લાના કરગહર અને વૈશાલી જિલ્લાના રાઘોપુર બેઠક પરથી ચૂંટણી લડે તેવી શક્યતા હતી. જન સૂરાજ બંને બેઠકો માટે પોતાના ઉમેદવારોની જાહેરાત કરી ચૂક્યું છે. આ સાથે જ હવે પ્રશાંત કિશોર બિહાર વિધાનસભાની ચૂંટણી લડે તેવી શક્યતા ખૂબ જ ઓછી છે.
13 ઓક્ટોબરે બીજી યાદી જાહેર કરવામાં આવી હતી
અગાઉ, 13 ઓક્ટોબરે, જન સૂરાજ પાર્ટીએ ઉમેદવારોની પોતાની બીજી યાદી જાહેર કરી હતી. આ યાદીમાં કુલ 65 ઉમેદવારોના નામનો સમાવેશ થતો હતો, મુખ્યત્વે 19 અનામત બેઠકો માટે.
જન સૂરાજ બધી 243 બેઠકો પર ચૂંટણી લડશે
જન સૂરાજ પાર્ટીએ ગુરુવારે (9 ઓક્ટોબર, 2025) ઉમેદવારોની પોતાની પહેલી યાદી જાહેર કરી હતી. જન સૂરાજ બિહારની બધી 24 બેઠકો પર ચૂંટણી લડવાનો પોતાનો ઇરાદો જાહેર કર્યો છે. આ યાદીમાં 51 બેઠકો માટે ઉમેદવારોના નામ હતા.
જન સૂરાજની બીજી યાદીમાં 65 વધુ ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા હતા. પાર્ટીએ તેમની બીજી સત્તાવાર ઉમેદવારોની યાદી જાહેર કરી હતી. જેમાં શિવહર, ભાગલપુર, નરપતગંજ અને ઇસ્લામપુર જેવી મુખ્ય બેઠકોનો સમાવેશ થાય છે.
સિવાના જાણીતા ડૉક્ટર શાહનવાઝ આલમને જનસુરાજે બડહડીયા વિધાનસભાથી ઉમેદવાર બનાવ્યા છે. આ સિવાય ભાગલપુર વિધાનસભા મતવિસ્તારથી અભયકાંત ઝા, શિવહરથી નીરજ સિંહ, નરકટિયાથી લાલાબાબુ યાદવ, કલ્યાણપુરથી મંતોષ સાહની, સંદેશથી રાજીવ રંજન સિંહ, બાજપટ્ટીથી આઝમ અનવર હુસૈન, હરલાખીથી રત્નેશ્વર ઠાકુર, નરપતગંજથી જનાર્દન યાદવ અને ઇસ્લામપુરથી તનુજા કુમારીને ટિકિટ આપવામાં આવી છે.
પ્રથમ તબક્કાનું મતદાન 6 નવેમ્બરે 121 બેઠકો માટે અને બીજા તબક્કાનું મતદાન 11 નવેમ્બરે 122 બેઠકો માટે થશે. રાજ્યના રાજકીય ભવિષ્યનો ફેંસલો 14 નવેમ્બર, 2025 ના રોજ મત ગણતરી બાદ જાહેર કરવામાં આવશે. સમગ્ર રાજ્યમાં આદર્શ આચારસંહિતા લાગુ છે અને રાજકીય પક્ષોમાં ચૂંટણી પ્રચારની ગતિવિધિઓ તેજ બની છે.