Bihar Election Result 2025: બિહાર વિધાનસભા ચૂંટણીમાં મળેલી ભવ્ય જીત બાદ મુખ્યમંત્રી નીતિશ કુમારની પહેલી પ્રતિક્રિયા આવી છે. તેમણે પીએમ મોદી અને તેમના તમામ ગઠબંધન ભાગીદારોનો આભાર માન્યો. તેમણે એમ પણ કહ્યું કે લોકોએ અમારી સરકારમાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે.

Continues below advertisement

 

મુખ્યમંત્રી નીતિશ કુમારે કહ્યું, "રાજ્યના લોકોએ 2025ની બિહાર વિધાનસભા ચૂંટણીમાં અમને પ્રચંડ બહુમતી આપીને અમારી સરકારમાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે. આ માટે, રાજ્યના તમામ આદરણીય મતદારોને નમન, હૃદયપૂર્વક આભાર અને વંદન."

વડા પ્રધાન નરેન્દ્ર મોદીને તેમના દ્વારા મળેલા સમર્થન બદલ તેમનો હૃદયપૂર્વક આભાર અને તેમને ધન્યવાદ વ્યક્ત કરું છું. NDA ગઠબંધને આ ચૂંટણીમાં સંપૂર્ણ એકતા દર્શાવી છે અને જંગી જીત મેળવી છે. હું આ જંગી જીત માટે NDA ગઠબંધનના તમામ ભાગીદારો - ચિરાગ પાસવાન, જીતન રામ માંઝી અને ઉપેન્દ્ર કુશવાહા નો પણ આભાર માનું છું. તેમણે કહ્યું કે બધાના સમર્થનથી, બિહાર વધુ પ્રગતિ કરશે અને દેશના સૌથી વિકસિત રાજ્યોમાં સામેલ થશે.

બિહારમાં ઐતિહાસિક જીત પર શું બોલ્યા PM મોદી

બિહારમાં ભાજપની પ્રચંત જીત પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રથમ પ્રતિક્રિયા આવી છે. પીએમ મોદીએ તેને વિકાસ અને સુશાસનની જીત ગણાવી છે.  તેમણે કહ્યું, "આ સામાજિક ન્યાય અને જન કલ્યાણની ભાવનાની જીત છે. બિહારના મારા પરિવારજનોનો ખૂબ ખૂબ આભાર, જેમણે 2025ની વિધાનસભા ચૂંટણીમાં NDAને ઐતિહાસિક અને અભૂતપૂર્વ જીતના આર્શીવાદ આપ્યા છે.  આ પ્રચંડ જનાદેશ અમને લોકોની સેવા કરવા અને બિહાર માટે નવા સંકલ્પ સાથે કામ કરવા માટે સશક્ત બનાવશે."

પ્રધાનમંત્રી મોદીએ તમામ NDA પક્ષોને અભિનંદન આપ્યા હતા. તેમણે કહ્યું, "NDA એ રાજ્યમાં સર્વાંગી વિકાસ કર્યો છે. લોકોએ અમારા ટ્રેક રેકોર્ડ અને રાજ્યને નવી ઊંચાઈઓ પર લઈ જવાના અમારા વિઝનને જોઈ અમને પ્રચંડ બહુમતી આપી છે. હું મુખ્યમંત્રી નીતિશ કુમાર અને અમારા NDA પરિવારના સાથીઓ ચિરાગ પાસવાનજી, જીતન રામ માંઝીજી અને ઉપેન્દ્ર કુશવાહાજીને આ શાનદાર જીત માટે હૃદયપૂર્વક અભિનંદન આપું છું."