Bihar election result 2025 : બિહાર વિધાનસભા ચૂંટણીમાં NDA ની સુનામી જોવા મળી છે. વલણો જોતાં 2010 પછી આ પહેલી વાર છે જ્યારે NDA આટલી મોટી જીત મેળવવાની નજીક છે. તેજ પ્રતાપ યાદવ મહુઆ બેઠક પરથી 51,938 મતોથી હારી ગયા છે. તેમને 35,703 મત મળ્યા. ચિરાગ પાસવાનના પક્ષના ઉમેદવાર સંજય કુમાર સિંહને કુલ 87,641 મત મળ્યા અને તેઓ 44,997 મતોથી જીત્યા હતા. આરજેડીના મુકેશ કુમાર રોશન 42,644 મતો સાથે બીજા ક્રમે રહ્યા.

Continues below advertisement

હકીકતમાં, આરજેડીના મુકેશ રોશન આ બેઠક પરથી ધારાસભ્ય હતા અને એવું માનવામાં આવતું હતું કે તેઓ જીતશે. તેમની હાર બાદ હવે એવી ચર્ચા છે કે તેજ પ્રતાપ યાદવને કારણે મુકેશ રોશન હારી ગયા. આરજેડીના મત મુકેશ રોશન અને તેજ પ્રતાપ યાદવ વચ્ચે વહેંચાઈ ગયા, જેના પરિણામે ત્રીજા પક્ષનો વિજય થયો.

તેજ પ્રતાપે 2015માં મહુઆ બેઠક જીતી હતી

Continues below advertisement

નોંધનીય છે કે તેજ પ્રતાપ યાદવ મહુઆ વિધાનસભા બેઠક પરથી પહેલીવાર ધારાસભ્ય બન્યા હતા. તે સમયે તેમને આરજેડીની ટિકિટ મળી હતી. 2020માં, તેમણે આરજેડીની ટિકિટ પર હસનપુરથી ચૂંટણી લડી અને જીત મેળવી. આ વખતે પારિવારિક વિવાદને કારણે લાલુ યાદવે તેમને પાર્ટી અને પરિવારમાંથી બહાર કર્યા હતા.  તેથી તેજ પ્રતાપે મહુઆથી તેમના પક્ષના પ્રતીક પર ચૂંટણી લડી. પરિણામે તેમને હારનો સામનો કરવો પડ્યો.

તેજ પ્રતાપ યાદવે તેમની પાર્ટી જનશક્તિ જનતા દળના ઉમેદવારોને ઘણી અન્ય બેઠકો પર ઉભા રાખ્યા હતા. તેમણે તેજસ્વી યાદવની બેઠક (રાઘોપુર) માટે પ્રેમ કુમારને ટિકિટ આપી હતી. પ્રેમ કુમારને આ બેઠક પરથી ફક્ત 709 મત મળ્યા. પ્રેમ કુમાર 9મા ક્રમે રહ્યા. તેજ પ્રતાપે રાઘોપુરમાં તેજસ્વી યાદવ સામે પણ પ્રચાર કર્યો. 

બિહાર વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં કેટલીક બેઠકો એવી છે જ્યાં જીત અને હાર 100 કે હજાર મતોથી નહીં પરંતુ 20-30 મતોથી નક્કી થાય છે. આવી જ એક બેઠક સંદેશ છે. જનતા દળ યુનાઇટેડે સંદેશ વિધાનસભા બેઠક જીતી હતી.

ભારતીય ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવેલા આંકડા અનુસાર, જેડીયુના રાધા ચરણ શહને 80,598 મત મળ્યા હતા, જ્યારે આરજેડીના ઉમેદવાર દીપુ સિંહને 80,571 મત મળ્યા હતા. બંને વચ્ચેનો તફાવત ફક્ત 27 મતોનો હતો. આ બેઠક પર જનસૂરાજના રાજીવ રંજન રાજને 6040 મત મળ્યા હતા.