પટનાઃ બિહારમાં ચૂંટણી પ્રચાર કરીને પરત ફરી રહેલા ભાજપ નેતા રવિશંકર પ્રસાદનું હેલીકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. પટના એરપોર્ટ પર થયેલી દુર્ઘટનામાં હેલિકોપ્ટરની પાંખિયા ક્ષતિગ્રસ્ત થયા હતા. હેલીકોપ્ટરમાં રવિશંકર પ્રસાદ, મંગલ પાંડે, સંજય ઝા હાજર હતા.

જાણકારી મુજબ કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદનું હેલીકોપ્ટર તાર સાથે ટકારાયું હતું. ચૂંટણી સભા ખતમ કરીને પટના પરત ફરતી વખતે આ દુર્ઘટના થઈ હતી.