Samrat Choudhary Bihar CM: બિહારના રાજકારણમાં 14 એપ્રિલ 2026 નો દિવસ ઐતિહાસિક સાબિત થયો છે. નીતિશ કુમારના રાજીનામા બાદ, ભાજપના સમ્રાટ ચૌધરીને વિધાનસભા પક્ષના નેતા તરીકે ચૂંટી કાઢવામાં આવ્યા છે. આનો સીધો અર્થ એ છે કે, બિહારના ઈતિહાસમાં પહેલીવાર ભાજપનો કોઈ નેતા મુખ્યમંત્રીની ખુરશી પર બેસવા જઈ રહ્યો છે. અત્યાર સુધી ભાજપ ત્યાં સત્તામાં તો હતો, પણ હંમેશા 'જુનિયર પાર્ટનર' તરીકે જ રહ્યો છે. બિહારમાં ભાજપનો વનવાસ પૂરો થઈ ગયો છે, પરંતુ આજે પણ દેશમાં એવા ઘણા રાજ્યો છે જ્યાં ભાજપને ક્યારેય પોતાનો મુખ્યમંત્રી બનાવવાનો મોકો મળ્યો નથી. ચાલો જાણીએ એ રાજ્યો વિશે.

Continues below advertisement

દક્ષિણ ભારત: ભાજપ માટે હજુ પણ મોટો પડકાર

દક્ષિણ ભારતના રાજકારણમાં ભાજપ માટે પગપેસારો કરવો હંમેશાથી અઘરો રહ્યો છે (કર્ણાટક સિવાય).

Continues below advertisement

કેરળ: અહીં લાંબા સમયથી ડાબેરીઓ (LDF) અને કોંગ્રેસ (UDF) નું જ વર્ચસ્વ છે, જેથી ભાજપ સત્તાથી ઘણો દૂર છે.

તમિલનાડુ: આ રાજ્યમાં DMK અને AIADMK જેવા સ્થાનિક દ્રવિડ પક્ષોનો જ દબદબો રહ્યો છે.

તેલંગાણા અને આંધ્ર પ્રદેશ: 2011 માં તેલંગાણા બન્યું ત્યારથી ત્યાં BRS અને કોંગ્રેસ જ સત્તામાં રહ્યા છે. આંધ્ર પ્રદેશમાં પણ ભાજપ ગઠબંધનમાં તો રહ્યો છે, પરંતુ ક્યારેય પોતાની સરકાર કે મુખ્યમંત્રી બનાવી શક્યો નથી.

પશ્ચિમ બંગાળ અને પંજાબની સ્થિતિ

પશ્ચિમ બંગાળ: મમતા બેનર્જીના ગઢ પશ્ચિમ બંગાળમાં ભાજપે મુખ્ય વિપક્ષ તરીકે જબરદસ્ત પ્રગતિ તો કરી છે અને ચૂંટણીઓમાં સારો દેખાવ પણ કર્યો છે, પરંતુ TMC ની સરકારને પાડીને પોતાનો મુખ્યમંત્રી બનાવવાનું સપનું હજુ પૂરું થઈ શક્યું નથી.

પંજાબ: અહીં ભાજપનો ઇતિહાસ એવો રહ્યો છે કે તે વર્ષોથી શિરોમણી અકાલી દળ (SAD) સાથે ગઠબંધનમાં 'નાના ભાઈ' તરીકે જ રહ્યો છે. સત્તામાં ભાગીદારી કરી છે, પણ મુખ્યમંત્રીની ખુરશી હંમેશા અકાલી દળ પાસે જ રહી છે.

પૂર્વોત્તર રાજ્યો અને જમ્મુ-કાશ્મીરનું સમીકરણ

પૂર્વોત્તર રાજ્યો: મિઝોરમ, મેઘાલય અને નાગાલેન્ડ જેવા રાજ્યોમાં ભાજપ સરકારનો ભાગ (ગઠબંધનમાં) ચોક્કસથી રહ્યો છે, પરંતુ નેતૃત્વ એટલે કે મુખ્યમંત્રી પદ હંમેશા ત્યાંના સ્થાનિક પક્ષો (જેમ કે NPP કે NDPP) ના નેતાઓ પાસે જ રહ્યું છે. સિક્કિમમાં પણ સ્થાનિક પાર્ટીઓનું જ રાજ ચાલે છે.

જમ્મુ-કાશ્મીર: જ્યારે જમ્મુ-કાશ્મીર પૂર્ણ રાજ્ય હતું, ત્યારે ભાજપે PDP (મહેબૂબા મુફ્તી) સાથે મળીને ગઠબંધન સરકાર બનાવી હતી. પરંતુ એ વખતે પણ નિયમ મુજબ મુખ્યમંત્રી પદ ગઠબંધન સાથી પાસે જ રહ્યું હતું.