Bihar Health Minister Viral Video: આંતરરાષ્ટ્રીય યોગ દિવસના અવસરે દેશભરમાં નેતાઓ, મંત્રીઓ અને સામાન્ય લોકોએ યોગ કરીને ફિટનેસનો સંદેશ આપ્યો, પરંતુ આ દરમિયાન બિહારના સ્વાસ્થ્ય મંત્રી નિશાંત કુમારનો એક વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં મંત્રીજી યોગ કરવાનો પ્રયત્ન કરતા જોવા મળી રહ્યા છે, પરંતુ તેમની કેટલીક મુદ્રાઓ એવી છે કે ઇન્ટરનેટ પર લોકોનું હસવું રોકાઈ રહ્યું નથી. આ વીડિયો વાયરલ થયા બાદ યુઝર્સ તેને ખુબ શેર કરી રહ્યા છે અને રમુજી પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે.

Continues below advertisement

 

Continues below advertisement

યોગ કરતાં-કરતાં વાયરલ થઈ ગયા બિહારના સ્વાસ્થ્ય મંત્રી

વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે એક યોગ ટ્રેનર લોકોને યોગાસન કરાવી રહ્યો છે. આસપાસ હાજર લોકો ટ્રેનરના નિર્દેશોનું પાલન કરીને યોગ કરી રહ્યા છે. આ દરમિયાન કેમેરો બિહારના સ્વાસ્થ્ય મંત્રી નિશાંત કુમાર પર જાય છે, જેઓ બાકીના લોકો સાથે યોગ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. જો કે, તેમના હાથ-પગ અને શરીરનું મુવમેન્ટ બાકીના લોકો કરતા થોડું અલગ દેખાય છે. તેઓ ક્યારેક પગના બદલે ક્યાંક બીજી જગ્યાએ હાથ લઈ જતા દેખાયા, તો ક્યારેક ટ્રેનરની મુદ્રા કરતાં બિલકુલ અલગ જ પોઝમાં જોવા મળ્યા. વળી, આ વીડિયો જોઈને ઘણા લોકો કહી રહ્યા છે કે તેમણે તો બાબા રામદેવને પણ ફેલ કરી દીધા. આ જ કારણ છે કે આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો અને લોકો આના પર ફની કમેન્ટ્સ કરવા લાગ્યા. આ વીડિયો પર અત્યાર સુધીમાં હજારો વ્યુઝ આવી ચૂક્યા છે.

આ પણ વાંચો... International Yoga Day 2026: 10 લાખ લોકો સાથે કોલકાતામાં PM મોદીનો યોગાભ્યાસ, રેડ રોડ પર કાર્યક્રમનું આયોજન

વીડિયો જોઈને યુઝર્સે સ્વાસ્થ્ય મંત્રીની મજાક ઉડાવી

 

આ વીડિયોને એક્સ (Twitter) પર શેર કરવામાં આવ્યો છે, જ્યાં હજારો લોકો તેને જોઈ ચૂક્યા છે. વીડિયો પર યુઝર્સે જોરદાર મજેદાર રિએક્શન આપ્યા છે. એક યુઝરે લખ્યું, 'યાર, આ ભાઈએ તો યોગા ટીચરને પણ પાછળ છોડી દીધા.' બીજાએ મજાક કરતાં લખ્યું, 'ધ્યાનથી જુઓ યોગા ટીચરને, તેઓ જ તો બતાવી રહ્યા છે કે સાચો યોગ કેવી રીતે થાય છે.' વધુ એક યુઝરે કમેન્ટ કરી, 'જેમનું પોતાનું સ્વાસ્થ્ય સારું નથી કહેવાતું, તેઓ હવે યોગ કરી રહ્યા છે, ચાલો ઓછામાં ઓછું કોશિશ તો કરી રહ્યા છે.' વળી, એક યુઝરે મજાકિયા અંદાજમાં લખ્યું, 'બધા ડાબા પગને અડી રહ્યા છે અને નિશાંતજીને જમણા પગમાં ખંજવાળ આવી રહી છે.' વીડિયો પર અન્ય એક યુઝરે લખ્યું, 'આ બહાને સ્વાસ્થ્ય મંત્રીજી પોતે પણ સ્વસ્થ થઈ જશે', તો બીજાએ કહ્યું, 'શરીરમાં હજુ પણ થોડી લવચીકતા બાકી છે.' તેમના એક અન્ય ચાહકે રમૂજી અંદાજમાં કમેન્ટ કરી, 'પંછી બનૂં ઉડતા ફિરૂં મસ્ત ગગન મેં...'