નવી દિલ્હી: કોરોના વાયરસનો ખતરો દુનિયામાં સતત વધતો જાય છે. દરરોજ લાખો લોકો સંક્રમિત થાય છે. ભારત સહિત સમગ્ર દુનિયા આ ખતરનાક વાયરસની રસી શોધવામાં લાગી છે. તેની વચ્ચે માઇક્રોસોફટના સહ-સ્થાપક બિલ ગેટ્સે ફરી એક વખત ભારતના વખાણ કર્યા છે.

ડિસ્કવરી પ્લસ પર ગુરૂવારે સાંજે પ્રીમિયર થનારી એક ડોક્યૂમેંટ્રી 'COVID-19: India's War Against The Virus'માં ગેટ્સે ભારતના વખાણ કરતા કહ્યું કે, ભારતીય ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ માત્ર દેશ માટે જ નહીં, પરંતુ સમગ્ર વિશ્વ માટે કોવિડ -19 રસી બનાવવા માટે સક્ષમ છે.

રસની શોધમાં લાગેલા ભારતીય લોકોને પ્રોત્સાહિત કરતા બિલ ગેટ્સે કહ્યું કે રસી બનાવવાની મદદ કરવામાં ભારતીય ફાર્મા કંપનીઓ ખૂબ જ મહત્વપૂર્ણ કામ કરી રહી છે. ભારતમાં દુનિયાના મુકાબલે વધારે રસી બનાવવામાં આવે છે.

તેમણે આગળ કહ્યું, હું ઉત્સાહિત છુ કે ભારતનો ફાર્મસ્યુટિકલ ઉદ્યોગ ન માત્ર ભારત માટે પરંતુ સમગ્ર વિશ્વ માટે ઉત્પાદન કરવામાં સક્ષમ થશે અને આપણે મહામારીને ખત્મ કરીશું.

ભારતમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. દેશમાં કુલ સંક્રમિતોની સંખ્યા 10 લાખની નજીક પહોંચી છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકજા મુજબ, દેશમાં અત્યાર સુધીમાં 9 લાખ 68 હજાર 876 લોકો કોરોનાથી સંક્રમિત થઈ ચૂક્યા છે. જેમાંથી 24915 લોકોના મોત થયા છે, જ્યારે 6 લાખ 12 હજાર સ્વસ્થ થયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 32 હજાર 695 નવા કેસ સામે આવ્યા છે અને 606 મોત થયા છે.