નિવેદન બાદ પ્રજ્ઞા ઠાકુરે કહ્યું, તે આ અંગે કાલે જવાબ આપશે. પહેલા પૂરું સાંભળો, હું કાલે જવાબ આપીશ. પોતાના નિવેદનોના કારણે વારંવાર ચર્ચામાં રહેનારી પ્રજ્ઞા ઠાકુરને તાજેતરમાં જ રક્ષા મંત્રાલયની સંસદીય કમિટીમાં સ્થાન આપવામાં આવ્યું છે.
પ્રજ્ઞા ઠાકુર ભોપાલના સાંસદ છે, કોંગ્રેસના દિગ્ગજ નેતા દિગ્વિજય સિંહને હરાવ્યા હતા. તે માલેગાંવ બ્લાસ્ટની પણ આરોપી છે. રાષ્ટ્રીય તપાસ એજન્સીએ તેની સામે મકોકાના આરોપને ફગાવી દીદા હતા. જે બાદ બોમ્બે હાઇકોર્ટે સ્વાસ્થ્યના કારણોના આધારે તેને જામીન આપ્યા હતા. 2017થી તે જામીન પર છે. હાલ યૂએપીએ કાનૂન અંતર્ગત તેના પર કેસ ચાલી રહ્યો છે.