નવી દિલ્હી: દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટી 57 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે. ભારતીય જનતા પાર્ટીએ રોહિનીથી વિજેન્દ્ર ગુપ્તા અને મોડલ ટાઉનથી કપિલ મિશ્રાને ટીકીટ આપી છે. રેખા ગુપ્તાને શાલિમાર બાગથી ટીકીટ આપી છે. સુમન કુમાર ગુપ્તાને ચાંદની બાગથી ટીકીટ આપવામાં આવી છે.


ઉલ્લેખનીય છે કે આ પહેલા આમ આદમી પાર્ટી દિલ્હી વિધાનસભા ચૂંટણીને લઈને પોતાના 70 ઉમેદવારોના નામની જાહેરાત કરી ચૂકી છે. આપના નેતા મનીષ સિસોદિયાએ કાલે પટપડગંજ બેઠક પરથી ઉમેદવારી ફોર્મ ભર્યું હતું.


દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ઉમેદવારી પત્ર ભરવાની અંતિમ તારીખ 21 જાન્યુઆરી છે. 24 જાન્યુઆરી સુધીમાં ઉમેદવારી પત્ર પરત ખેંચી શકાશે. આ વખતે કુલ 1,46,92,136 વોટર્સ મતાધિકારનો ઉપયોગ કરશે. વોટિંગ માટે 13,750 પોલિંગ સ્ટેશન બનાવાશે. દિલ્હીમાં 2869 જગ્યા પર વોટિંગ થશે. આ વખતે 80 વર્ષથી વધુની વયના મતદારો પોસ્ટલ બેલેટથી વોટ આપી શકશે. 8 ફેબ્રુઆરીએ વોટિંગ થશે અને 11 ફેબ્રુઆરીએ પરિણામ જાહેર થશે.