નવી દિલ્લી: ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે યુપીની ચૂંટણી  અંગે એક અંગ્રેજી અખબારને ઈંટરવ્યૂ આપ્યો છે. આ ઈંટરવ્યૂમાં શાહે યુપી અંગેના ઘણા સવાલોના જવાબ આપ્યા છે.

ઈંટરવ્યૂમાં અમિત શાહે દાવો કર્યો છે કે ભાજપ યુપીમાં આવતા વર્ષે થનારી વિધાનસભા ચૂંટણીમાં બહુમતથી વધારે સીટો પર આવીને સરકાર બનાવશે. શાહને જ્યારે એબીપી ન્યૂઝના યુપીના સર્વે અંગે સવાલ કર્યો તેનો જવાબ આપ્યો નહોતો. પણ યુપીમાં બહુમત માટે જરૂરી 203 સીટોથી વધારે જીતવાનો દાવો કર્યો છે.

એબીપી ન્યૂઝના સર્વેમાં ભાજપ બીજા નંબરની પાર્ટી બનવા પર અનુમાન લગાવવામાં આવ્યું છે. સર્વે અનુસાર ભાજપને સમાજવાદી પાર્ટીથી ઓછી 124થી 134 સીટો મળી શકે છે. જો કે સમાજવાદી પાર્ટીને પણ બહુમત મળવો અઘરો છે.

ઈંટરવ્યૂમાં રાજનાથ સિંહને યુપીના સીએમ પદના ઉમેદવાર બનાવવા અંગે સવાલ કરતા અમિત શાહે કહ્યું તે અંગે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. હજી સુધી ભાજપે નક્કી કર્યુ નથી કે તેઓ સીએમ તરીકે કોને પ્રોજેક્ટ કરશે.