Haryana Election Exit Poll Result 2024: હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે કરવામાં આવેલા તમામ એક્ઝિટ પોલમાં BJPને આંચકો લાગતો દેખાઈ રહ્યો છે. સર્વેમાં કોંગ્રેસની સરકાર બનતી દેખાઈ રહી છે. આ એક્ઝિટ પોલને BJPના નેતા અને પૂર્વ ગૃહમંત્રી અનિલ વિજે નકારી કાઢ્યો. તેમણે કહ્યું, ''એક્ઝિટ પોલ ઘણી વાર આવી ચૂક્યા છે. હરિયાણામાં BJP જીતી રહી છે અને BJP જ સરકાર બનાવશે.''
વળી BJP પ્રદેશ અધ્યક્ષ મોહનલાલ બડૌલીએ પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું, "એક્ઝિટ પોલ ગમે તે કહે, બહુમતીથી ત્રીજી વાર BJPની સરકાર જ બનશે. બે દિવસ સુધી ભૂપેન્દ્ર સિંહ હુડ્ડા ખુશ થશે, બે દિવસ પછી નાયબ સિંહ સૈનીના નેતૃત્વમાં સરકાર બનશે."
ભૂપેન્દ્ર સિંહ હુડ્ડાએ શું કહ્યું?
BJP નેતાઓના દાવાઓ વચ્ચે કોંગ્રેસે કહ્યું કે રાજ્યમાં પાર્ટીની સરકાર બનવા જઈ રહી છે. ભૂપેન્દ્ર સિંહ હુડ્ડાએ શનિવારે (5 ઓક્ટોબર) કહ્યું કે કોંગ્રેસના પક્ષમાં હરિયાણામાં લહેર ચાલી રહી છે, ભારે બહુમતીથી કોંગ્રેસ જીતશે. બેઠકો વિશે તો હું કહી શકતો નથી, પરંતુ અમારી 60, 70થી વધુ બેઠકો આવશે.
કયા એક્ઝિટ પોલમાં શું દાવો છે?
દૈનિક ભાસ્કરના એક્ઝિટ પોલ મુજબ, કોંગ્રેસને 44થી 54, BJPને 15થી 29, JJP AAP ગઠબંધનને 0થી 1, INLD BSPને એકથી 5, AAPને 0થી 1 અને અન્યને 4થી 9 બેઠકો મળી શકે છે.
રિપબ્લિક મેટ્રિક્સ મુજબ, કોંગ્રેસને 55થી 62, BJPને 18થી 24, JJPને 0થી 3, INLDને 3થી 6 અને અન્યને 2થી પાંચ બેઠકો મળી શકે છે.
ઇન્ડિયા ટુડે સી વોટરના એક્ઝિટ પોલ મુજબ, કોંગ્રેસને 50થી 58, BJPને 20થી 28, JJPને 0થી 2 અને અન્યને 10થી 14 બેઠકો મળી શકે છે.
હરિયાણામાં છેલ્લા 10 વર્ષથી BJPની સરકાર છે. અહીં જો એક્ઝિટ પોલના આંકડા પરિણામોમાં બદલાય તો હરિયાણામાં કોંગ્રેસનો 10 વર્ષનો દુષ્કાળ સમાપ્ત થઈ જશે.
હરિયાણા અને જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણી માટે શનિવાર (5 ઓક્ટોબર, 2024)ના રોજ એગ્ઝિટ પોલના પરિણામો આવી ગયા છે. તમામ એગ્ઝિટ પોલ બંને રાજ્યોમાં કોંગ્રેસની સરકાર બનવાની આગાહી કરી રહ્યા છે. તેમના અનુસાર કોંગ્રેસના ખાતામાં 40થી 50 બેઠકો જઈ શકે છે. જોકે, BJPના ખાતામાં પણ 20 25 બેઠકો જઈ શકે છે. હરિયાણાની 90 વિધાનસભા બેઠકો માટે શનિવારે એક જ ફેઝમાં મતદાન થયું હતું. હરિયાણામાં 2014થી ભારતીય જનતા પાર્ટી (BJP)ની સરકાર છે અને 2014થી 11 માર્ચ 2024 સુધી મનોહર લાલ ખટ્ટર મુખ્યમંત્રી પદ પર હતા, પરંતુ હાલમાં નાયબ સિંહ પદ સંભાળી રહ્યા છે.
આ પણ વાંચોઃ