નવી દિલ્હી: દિલ્હીના રાષ્ટ્રીય મંત્રી સરદાર આરપી સિંહે સમાજસેવી અને અરવિંદ કેજરીવાલના પૂર્વ સહયોગી નેતા અન્ના હજારેને એક પત્ર લખ્યો છે. આ પત્રમાં સિંહે અન્નાને કેજરીવાલની ફરિયાદ કરી છે. તેમને લખ્યું છે કે, કેજરીવાલ આજે જ્યાં પહોંચ્યા છે. તેમાં અન્નાના આંદોલનનું બહુ મોટું યોગદાન છે. એવામાં હવે જ્યારે કેજરીવાલની સરકારમાં વિવાદો સામે આવી રહ્યા છે, ત્યારે અન્નાએ પણ તેમની વિરૂદ્ધ સામે આવવું જોઈએ.


પત્ર વિશે વાત કરતા આરપી સિંહે કહ્યું, મેં આ ચિઠ્ઠી એટલા માટે લખી છે, જેનાથી લોકોનો ભ્રમ દૂર થઈ શકે કે કેજરીવાલને હાલમાં પણ અન્નાનું સમર્થન મળેલ છે. કેજરીવાલ હવે અન્નાએ બતાવેલા રસ્તા ઉપર ચાલી રહ્યા નથી.’

બીજેપી નેતાએ અન્નાને લખેલા પત્રમાં ઈંડિયા અગેંસ્ટ કરપ્શન અને તેના પછી કેજરીવાલના રાજનૈતિક પાર્ટી બનાવવાને લઈને દિલ્હીમાં સરકાર બનાવવા સુધી તમામ ઘટનાઓને વર્ણવી છે. પત્રમાં અન્નાએ લખ્યું છે કે દિલ્હીમાં સરકાર બનાવ્યા પછી યોગેંદ્ર અને પ્રશાંત ભૂષણે કેજરીવાલથી અલગ થયા હતા. જેના લીધે પાર્ટી પર એકહાથે રાજ થઈ શકે..