WB Election 2021, BJP Manifesto highlights:  કેંદ્રીય ગૃહમંત્રી અમિત શાહની હાજરીમાં પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટીએ ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે. ભાજપે સરકારી નોકરીઓમાં મહિલાઓને 33 ટકા અનામત આપવાનો વાયદો કર્યો છે. પ્રથમ કેબિનેટની બેઠકમાં સીએએ લાગુ કરવાની વાત કરી છે.  કિસાન સન્માન નિધિમાં  પણ એક સાથે ત્રણ વર્ષ માટે ખેડૂતોને વળતર આપવાનું વચન આપવામાં આવ્યું છે. અમિત શાહે કહ્યું કે અમારી સરકાર રાજ્યમાં ઘૂસણખોરીને સંપૂર્ણપણે બંધ કરશે. કે.જી.થી લઈને  પી.જી. સુધી છોકરીઓને મફત શિક્ષણ અપાશે. 5 રૂપિયામાં જમવાની થાળી શરૂ કરવામાં આવશે.



ચૂંટણી ઢંઢેરાની મુખ્ય વાતો



  • રાજ્ય સરકારની તમામ નોકરીઓમાં મહિલાઓને 33 ટકા અનામત

  • મત્સ્ય પાલકોને દર વર્ષે 6 હજાર રૂપિયા આપવામાં આવશે

  • સરકારી ટ્રાન્સપોર્ટમાં મહિલાઓ ભાડુ નહી

  • 5 રૂપિયામાં જમવાની થાળીની શરુઆત થશે

  • એન્ટી કરપ્શન હેલ્પલાઈન શરૂ કરશે

  • છોકરીઓને કેજીથી લઈને પીજી સુધી મફત શિક્ષણ

  • તમામ સરકારી કર્મચારીઓ માટે સાતમું પગાર પંચ

  • દરેક પરિવારમાં એક સભ્યને નોકરી

  • સત્યજિત રે આંતરરાષ્ટ્રીય એવોર્ડનો પ્રારંભ

  • આયુષ્માન ભારત યોજનાનો અમલ કરશે

  • સીએએ કેબિનેટની પ્રથમ બેઠકમાં અમલ કરશે

  • સીધા સીએમને ભ્રષ્ટાચારની ફરિયાદ કરી શકશે

  • ગૌ- તસ્કરીને રોકવા માટે યોગ્ય પદ્ધતિ બનાવવામાં આવશે

  • બંગાળમાં ત્રણ નવા એઇમ્સ બનાવવામાં આવશે

  • મેડિકલ કોલેજની બેઠકો બમણી કરશે

  • રોકાણકારો માટે ઈન્વેસ્ટ બાંગ્લાની શરૂઆત કરશે

  • ખેડૂત સંરક્ષણ યોજના હેઠળ દરેક જમીન વિહોણા ખેડૂતને દર વર્ષે રૂ .4000 ની સહાય

  • ઓબીસી અનામતની સૂચિમાં બાકી રહેલા મહીસ્ય, તેલી અને અન્ય હિન્દુ સમુદાયોને સમાવવાનું કામ ભાજપ સરકાર કરશે

  • પુરૂલિયામાં ઘરેલું વિમાનમથકનું નિર્માણ

  • બંગાળમાં પાંચ નવા દૂધ પ્લાંટ

  • મેડિકલ અને એન્જિનિયરિંગનો અભ્યાસ બંગાળીમાં

  • પેન્શનની રકમ 10000 થી વધારીને 30000 કરવાનો વાયદો


દુર્ગાપૂજા જોવા માટે દુનિયાભરના લોકો આવે, તેવી વ્યવસ્થા કરશે



અમિત શાહે કહ્યું કે દુનિયાની સૌથી મોટી પાર્ટીનું સંકલ્પ છે. ભાજપની સરકાર સંકલ્પ પત્ર પર ચાલે છે. અમારા માટે આ સંકલ્પ પત્ર ખૂબ જ મહત્વપૂર્ણ છે. સંકલ્પ પત્ર માટે લોકોના સૂચન લેવામાં આવ્યા. ઘરે-ઘરે જઈ લોકોના સૂચન લીધા. જેનો મૂળ આધાર સોનાર બાંગલાની પરિકલ્પના છે.


 


પશ્ચિમ બંગાળમાં 8 તબક્કામાં ચૂંટણી યોજાશે. પ્રથમ તબક્કાનું મતદાન 27 માર્ચના રોજ અને બીજા તબક્કામાં 1લી એપ્રિલના રોજ યોજાશે. ત્રીજા તબક્કામાં 6 એપ્રિલ, ચોથા તબક્કાનું 10 એપ્રિલ, પાંચમાં તબક્કાનું 17 એપ્રિલ, છઠ્ઠા તબક્કાનું 22 એપ્રિલ, સાતમાં તબક્કાનું મતદાન 26 એપ્રિલ અને આઠમાં તબક્કાનું મતદાન 29 એપ્રિલના રોજ યોજાશે. પશ્ચિમ બંગાળ સહિત પાંચ રાજ્યોમાં મત ગણતરી 2 મેના રોજ થશે.