કર્ણાટકના નવા મુખ્યમંત્રી તરીકે બસવરાજ બોમ્મઈના નામની જાહેરાત કરાઈ છે. મુખ્યમંત્રી તરીકે નામની જાહેરાત થયા બાદ બસવરાજ બોમ્મઈએ કહ્યું હાલની પરિસ્થિતિમાં આ એક મોટી જવાબદારી છે. હું પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી અને ગૃહ મંત્રી અમિત શાહના અનુરુપ ગરીબો માટે કામ કરવાની કોશિશ કરીશ. મને ક્યારેય આ પ્રકારની આશા નહોતી પરંતુ મને મારી મહેનત પર ભરોસો હતો અને મને તેનું પરિણામ મળ્યું છે.


આજે બેંગ્લોરમાં વિધાનસભા પક્ષની બેઠક મળી હતી. બેઠક પૂર્વે કેન્દ્રીય મંત્રીઓ કર્ણાટકના ભાજપના અનેક નેતાઓને મળ્યા હતા. કર્ણાટકના પ્રધાનો બસવરાજ બોમ્માઇ અને જગદીશ શેટ્ટર આજે સાંજે બેંગલુરુમાં રાજ્યના ભાજપ નિરીક્ષકો અને કેન્દ્રીય પ્રધાનો ધર્મેન્દ્ર પ્રધાન અને જી કિશન રેડ્ડીને મળ્યા હતા. મુખ્યપ્રધાન બનવાની રેસમાં બસવરાજ બોમ્માઇને આગળ હોવાનું કહેવામાં આવી રહ્યું હતું.