નવી દિલ્હીઃ બીજેપીના રાજ્યસભા સાંસદ અશોક ગાસ્તીનુ નિધન થઇ ગયુ છે, ગાસ્તી કોરોના વાયરસથી સંક્રમિત હતા, અને તેમને 15 દિવસ પહેલા બેગ્લુરુની મણીલાલ હૉસ્પીટલમાં ભરતી કરાવવામાં આવ્યા હતા, સત્તારૂઢ બીજેપીના નેતા અશોક ગાસ્તી આ વર્ષે કર્ણાટકાથી રાજ્યસભા સભ્ય તરીકે ચૂંટાયા હતા.


ખાસ વાત છે કે 55 વર્ષીય અશોક ગાસ્તી રાજકીય નેતા હોવાની સાથે સાથે એક વકીલ પણ હતા, ગાસ્તી નાઇ સમુદાયમાંથી આવતા હતા, તેમનુ ગૃહ નગર રાયચૂર છે.

ગાસ્તીના નિધન પર ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડ, લોકસભા સ્પીકર ઓમ બિરલા સહિતના નેતાઓએ ટ્વીટ કરીને દુઃખ વ્યક્ત કર્યુ છે.

કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ

કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ

કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ

કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ