Action Against Nupur Sharma: બીજેપી પ્રવક્તા નૂપુર શર્માને પ્રાથમિક સભ્યપદમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પયગંબર મોહમ્મદ પર વિવાદાસ્પદ ટિપ્પણી બાદ પાર્ટીએ તેમની સામે આ કાર્યવાહી કરી છે. નવીન કુમાર જિંદાલને પણ પાર્ટીના સભ્યપદેથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. નવીન કુમાર જિંદાલ દિલ્હી બીજેપીના મીડિયા હેડ છે. નુપુર શર્માને છ વર્ષ માટે પ્રાથમિક સભ્યપદ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.


અગાઉ, ભારતીય જનતા પાર્ટી (BJP)એ રવિવારે નૂપુર શર્માની પયગંબર મોહમ્મદ વિશેની કથિત વિવાદાસ્પદ ટિપ્પણીને કારણે થયેલા હોબાળાને ડામવાના પ્રયાસોના ભાગરૂપે કહ્યું હતું કે તે તમામ ધર્મોનું સન્માન કરે છે અને કોઈપણ ધર્મના આદરણીય લોકોનું અપમાન સહન નથી કરતા.  નુપુર શર્માના નિવેદનને લઈને ઉભા થયેલા વિવાદ વચ્ચે બીજેપીના મહાસચિવ અરુણ સિંહે એક નિવેદન જારી કરીને કહ્યું હતું કે તેમની પાર્ટી કોઈપણ ધર્મ અથવા સંપ્રદાયની ભાવનાઓને ઠેસ પહોંચાડે તેવા કોઈપણ વિચારને સ્વીકારતી નથી.


તેમણે કહ્યું, 'ભાજપ ન તો આવા કોઈ વિચારમાં વિશ્વાસ કરે છે અને ન તો તેને પ્રોત્સાહન આપે છે. ઉલ્લેખનીય છે કે શર્માના નિવેદનને લઈને મુસ્લિમ સમાજમાં ગુસ્સો છે. સિંહે કહ્યું, 'ભારતની હજારો વર્ષની યાત્રામાં દરેક ધર્મનો વિકાસ થયો છે. ભાજપ સર્વ પંથ સમભાવમાં માને છે. ભાજપ કોઈપણ ધર્મના ઉપાસકોનું અપમાન સ્વીકારતું નથી.


તેમણે કહ્યું કે દેશનું બંધારણ પણ ભારતના દરેક નાગરિક પાસે તમામ ધર્મોનું સન્માન કરે તેવી અપેક્ષા રાખે છે. સિંહે કહ્યું, 'આઝાદીના 75માં વર્ષમાં, આ અમૃત સમયગાળામાં 'એક ભારત, શ્રેષ્ઠ ભારત'ની ભાવનાને સતત મજબૂત કરતી વખતે, આપણે દેશની એકતા, અખંડિતતા અને વિકાસને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવી પડશે.


નુપુર શર્માની આ ટિપ્પણી બાદ મોટો વિવાદ થયો હતો જે બાદ ભાજપે નૂપુર શર્મા અને નવીન કુમારને પાર્ટીમાંથી સસ્પેંડ કર્યા છે. સુન્ની બરેલવી સંગઠન રઝા એકેડમીએ પણ મહારાષ્ટ્રમાં નૂપુર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. નુપુર શર્મા વર્ષ 2015માં પહેલીવાર લાઇમલાઇટમાં આવ્યા હતા. દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ભાજપે તેને AAPના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ સામે મેદાનમાં ઉતાર્યા હતા.  નૂપુર દિલ્લી ભાજપની કાર્યકારી સમિતિની સભ્ય પણ હતા.  નૂપુર શર્મા દિલ્લી યુનિવર્સિટી સ્ટુડંટ્સ યુનિયનની પ્રમુખ પણ રહી ચૂક્યા છે. 2008માં ABVP તરફથી વિદ્યાર્થી સંઘની ચૂંટણી જીતનાર નૂપુર એકમાત્ર ઉમેદવાર હતી. વર્ષ 2010માં વિદ્યાર્થી રાજનીતિ છોડ્યા બાદ નૂપુર ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચામાં સક્રિય બની હતી. તેમને મોરચામાં રાષ્ટ્રીય મીડિયા પ્રભારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સમાં ભણેલા નૂપુર વ્યવસાયે વકીલ પણ છે. આ સિવાય તેણે બર્લિનથી પણ અભ્યાસ કર્યો છે.