Lok Sabha Election 2024:  લોકસભા ચૂંટણી 2024 માટે ભારતીય જનતા પાર્ટી (BJP)ના ઉમેદવારોની યાદી આજે આવી શકે છે. આ યાદી સાંજે 6 વાગ્યાની આસપાસ જાહેર કરવામાં આવે તેવી શક્યતા છે. આ સંબંધમાં એક મહત્વપૂર્ણ પ્રેસ કોન્ફરન્સ રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં પાર્ટી હેડક્વાર્ટરમાં પણ થઈ શકે છે.


ભારતીય જનતા પાર્ટી આજે સાંજે 6 વાગ્યે દિલ્હીમાં તેની મુખ્ય ઓફિસમાં એક મહત્વપૂર્ણ પ્રેસ કોન્ફરન્સ કરશે. આ પીસીમાં, ભાજપ આગામી લોકસભા ચૂંટણી માટે તેના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી શકે છે. પાર્ટીના સૂત્રોના જણાવ્યા અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નામ ઉમેદવારોની પ્રથમ યાદીમાં હોવાની આશા છે. આ સિવાય ગૃહમંત્રી અમિત શાહનું નામ પણ લિસ્ટમાં સામેલ થવાની અટકળો છે. એવું માનવામાં આવે છે કે પ્રથમ યાદીમાં વારાણસી, અયોધ્યા, પ્રયાગરાજ, આઝમગઢ અને ગોરખપુર સહિત ઉત્તર પ્રદેશની ઘણી મોટી બેઠકો માટેના ઉમેદવારોના નામ સામેલ હશે.


લોકસભા ચૂંટણી 2024 માટે ઉમેદવારોના નામ પર અંતિમ નિર્ણય લેવા માટે 29 ફેબ્રુઆરીએ દિલ્હીમાં બીજેપીની કેન્દ્રીય ચૂંટણી સમિતિ (CEC)ની બેઠક યોજાઈ હતી. ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ હાજરી આપી હતી. રાત્રે લગભગ 1.30 વાગ્યા સુધી ભાજપના આગેવાનો ભાજપના મુખ્યાલયમાં અવર જવર જોવા મળી હતી.


હજારીબાગના ભારતીય જનતા પાર્ટી (BJP)ના સાંસદ જયંત સિન્હાએ પણ પાર્ટીને તેમને ચૂંટણી ફરજોમાંથી મુક્ત કરવા વિનંતી કરી છે. તેમણે પાર્ટી ચીફ જેપી નડ્ડાને આ અંગે જાણ કરી છે અને શનિવારે (2 માર્ચ, 2024) ફેસબુક પર આને લગતી પોસ્ટ પણ કરી છે.


 




માઇક્રો-બ્લોગિંગ સાઇટ એક્સ પર  પોસ્ટ કરતા જયંત સિન્હાએ કહ્યું, મેં પાર્ટીના પ્રમુખ જેપી નડ્ડાને વિનંતી કરી છે કે તેઓ મને મારી સીધી ચૂંટણી ફરજોમાંથી મુક્ત કરે જેથી કરીને હું ભારતમાં અને સમગ્ર વિશ્વમાં વૈશ્વિક જળવાયુ પરિવર્તનનો સામનો કરવાના મારા પ્રયત્નો પર ધ્યાન કેન્દ્રિત કરી શકું. તેમણે કહ્યું કે હું આર્થિક અને શાસન સંબંધિત મુદ્દાઓ પર પાર્ટી સાથે કામ કરવાનું ચાલુ રાખીશ. મને છેલ્લા દસ વર્ષથી ભારત અને હજારીબાગની જનતાની સેવા કરવાનો લહાવો મળ્યો છે.  'આ ઉપરાંત, મને વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહ પ્રધાન અમિત શાહ અને બીજેપી નેતૃત્વ દ્વારા પ્રદાન કરવામાં આવેલી ઘણી તકોનો આશીર્વાદ મળ્યો છે. તે બધાનો હૃદયપૂર્વક આભાર. જય હિંદ.'