નાગપુરઃ મહારાષ્ટ્રના નાગપુર સ્થિત માનસ એગ્રો ઇન્ડસ્ટ્રીઝ એન્ડ શુગર લિમીટેડ ફેક્ટરીના બૉયલરમાં શનિવાર બપોરે થયેલા ભયાનક વિસ્ફોટમાં પાંચ લોકોના મોત થઇ ગયા છે. નાગપુર ગ્રામીણ પોલીસના એક અધિકારી અનુસાર, આ ઘટના બપોરે લગભગ 2.14 વાગે ઘટી હતી, વિસ્ફોટથી ફેક્ટરીમાં આગ લાગી ગઇ, જેમાં મજૂરોના બળી જવાથી મોત થઇ ગયા હતા.
ખાંડ કારખાના માનસ સમૂહનો હિસ્સો છે, અને પહેલા આ પૂર્તિ પાવર એન્ડ શુગર ફેક્ટરી તરીકે ઓળખાતી હતી, જેનુ સ્વામિત્વ કેન્દ્રીય નીતિન ગડકરીના પાસે છે.
પોલસી અધિક્ષક રાકેશ ઓલા ઘટના સ્થળે પહોંચ્યા, તેમને જણાવ્યુ કે, એવુ લાગે છે કે પીડિત આ ખાસ સાઇટ પર થોડુક વેલ્ડિંગ કામ કરી રહ્યાં હતા. અને થોડુક ગેસ ગળતર થવાના કારણે વિસ્ફોટ થયો છે. વાસ્તવિક કારણ સંબંધિત વિભાગ દ્વારા તપાસ બાદ સામે આવશે. અમે કેસની તપાસ કરી રહ્યાં છીએ અને આવશ્યક ફરિયાદો નોંધવામાં આવી રહી છે.
તમામ મૃતકો વડગામના રહેવાસી હતા
લીલાધર વામનરાવ શિંદે (42), વાસુદેવ લાડી (30), સચિન પ્રકાશ વાઘમરે (24) અને પ્રફૂલ પાંડુરંગ મૂન (25) તમામની ઓળખાણ થઇ છે.
નાગપુરમાં ખાંડ ફેક્ટરીમાં ગેસ ગળતર થવાથી બૉઇલર ફાટ્યુ, 5ના મોત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
02 Aug 2020 09:21 AM (IST)
ખાંડ કારખાના માનસ સમૂહનો હિસ્સો છે, અને પહેલા આ પૂર્તિ પાવર એન્ડ શુગર ફેક્ટરી તરીકે ઓળખાતી હતી, જેનુ સ્વામિત્વ કેન્દ્રીય નીતિન ગડકરીના પાસે છે
- - - - - - - - - Advertisement - - - - - - - - -