Shocking Video: ઈન્ટરનેટ પર આવા હજારો વીડિયો છે. જેમાં બાળકો ખૂબ જ મસ્તી કરતા કેદ થયા છે. આ વીડિયો મોટાભાગે રમતગમત, સાયકલ ચલાવવા, પતંગ ઉડાડવાથી લઈને પ્રાણીઓ સાથે રમવા સુધીના છે. કેટલાક વીડિયો એવા પણ છે, જેને જોઈને લોકોનો પરસેવો છૂટી જાય છે. તાજેતરના વાયરલ વીડિયોની જેમ, બાળકી એક વિશાળ સાપ સાથે રમતી જોવા મળી હતી. આવો જ એક ચોંકાવનારો વીડિયો એક નાના બાળકનો સામે આવ્યો છે, જેમાં તેને પીઠ પર મગર લઈ જતો જોઈને લોકોના રૂવાટા ઊભા થઈ ગયા.
ઈન્સ્ટાગ્રામ (Instagram) પર વાયરલ થયેલા (Viral Video) આ વીડિયોમાં એક નાનો છોકરો કોઈ પણ જાતના ડર કે ચિંતા વગર પોતાની પીઠ પર એક નાનકડા મગરને લઈને ફરતો દેખાઈ રહ્યો છે. વીડિયોમાં આ છોકરો ખુશીથી જતો જોવા મળી રહ્યો છે. જ્યારે તેની આસપાસ ઉભેલા લોકો આ દ્રશ્ય જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા છે અને તેમાંથી એક વ્યક્તિએ પણ આ વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. જેના પછી આ ક્લિપ વાયરલ થઈ છે. આ વીડિયોમાં છોકરા અને મગર વચ્ચેની વિચિત્ર મિત્રતા જોઈને તમે પણ દંગ રહી જશો.
આ ચોંકાવનારો વીડિયો વાયરલ થયો છે
મગરનું નામ સાંભળતા જ મોટા-મોટા લોકોના જીવ અધ્ધર થઈ જાય છે અને જ્યારે ખબર પડે છે કે નદીમાં મગર છે તો તેની આસપાસ ફરવાનું લોકો ટાળવા લાગે છે. પરંતુ આ વીડિયોમાં સાવ ઉલટું જોવા મળે છે. એક નાનો છોકરો મગરને ખૂબ જ સરળતાથી પોતાની પીઠ પર લઈને ફરી રહ્યો છે જાણે તે તેને પહેલાથી જ જાણતો હોય. આસપાસના લોકો પણ ખૂબ જ સરળતાથી આ બાળકને મગર સાથે જતાં જોઇ રહ્યા છે. જાણે આ બધુ ત્યાં સરળ હોય એમ કોઈને પણ કઈ ફરક પડતો નથી. હાલ આ વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થયો છે. અને લોકો આ વીડિયો પર જોરદાર કોમેન્ટ્સ અને લાઇક્સ કરી રહ્યા છે.