Bengaluru Shocking Video: બેંગલુરુમાં એક જીવલેણ ઘટનાનો વીડિયો સામે આવ્યો છે, જેમાં એક છોકરો કારના સનરૂફમાંથી બહાર માથું કાઢીને ઉભો હતો. આ સમય દરમિયાન, છોકરાને ખ્યાલ નહોતો કે તેની સાથે કોઈ મોટી ઘટના બની શકે છે અને એવું જ બન્યું. છોકરાનું માથું બેરિયર સાથે અથડાયું. વીડિયો જોઈને અનુમાન લગાવી શકાય છે કે છોકરાને ખૂબ જ ખરાબ ઈજા થઈ હશે...

 

બેંગલુરુમાં એક જીવલેણ ઘટનાનો વીડિયો સામે આવ્યો છે, જેમાં એક છોકરો કારના સનરૂફમાંથી બહાર ઉભો રહીને મુસાફરી રહી રહ્યો  છે. આ સમય દરમિયાન, છોકરાને ખ્યાલ નહોતો કે તેની સાથે કોઈ મોટી ઘટના બની શકે છે અને આ બન્યું. છોકરાનું માથું બેરિયર સાથે અથડાયું. વીડિયો જોઈને અનુમાન લગાવી શકાય છે કે છોકરાને ખૂબ જ ખરાબ ઈજા થઈ હશે. હાલમાં, અમે આ વાતની પુષ્ટિ કરી શકતા નથી કે ઈજા થયા પછી આ છોકરાની સ્થિતિ કેવી છે. આ વિડીયોએ માતાપિતા અને ડ્રાઇવરોને જોખમથી વાકેફ કર્યા છે જેથી તેઓ ભવિષ્યમાં સાવચેતી રાખે.

 

આ અંગે વિગતે વાત કરીએ તો, બેંગલુરુના એક વ્યસ્ત રસ્તા પર, એક લાલ રંગની એસયુવી પસાર થઈ રહી છે જેમાં એક બાળક સનરૂફમાંથી બહાર ઊભો છે. જ્યારે એસયુવી રસ્તા પર આગળ વધી રહી છે અને બાળક સનરૂફની મજા માણી રહ્યો છે, ત્યારે અચાનક એક ટ્રાફિક બેરિયર તેને જોરથી ટકરાય છે. જોકે, કાર રોકાઈ નહોતી અને આગળ વધતી રહી હતી.

iple-responses">

@nammabengaluroo દ્વારા ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરાયેલા વીડિયોમાં લખ્યું છે કે, "બાળકોને ક્યારેય કારના સનરૂફમાંથી બહાર ન રાખવા. આ જીવન માટે જોખમી છે. માતાપિતા તરીકે, તમારા બાળકને સુરક્ષિત રાખવાની જવાબદારી તમારી છે, સસ્તી મજા માટે તેને જોખમમાં મૂકવાની નહીં. બાળકનું અડધું શરીર સનરૂફની બહાર હતું અને ડ્રાઈવરે ટ્રાફિક બેરિયર જોયો નહીં. તે ગાડી ચલાવતો રહ્યો અને તેનું માથું બેરિયર સાથે અથડાયું. આ લાલ XUV 300 કાર હતી. આ ઘટના બેંગલુરુના વિદ્યારણ્યપુરામાં બની હતી. આ ઉપરાંત આ વીડિયોને @3rdEyeDude દ્વારા ટ્વિટર (x) પર પણ શેર કરવામાં આવ્યો છે.