લગ્ન એ ફક્ત બે વ્યકિતનું જ નહિ પરંતુ બે આત્માઓનું પણ મિલન છે. હાલ સોશિયલ મીડિયામાં એકવીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં દુલ્હન તેમના લગ્નના 4 કલાક પહેલા તેમના એક્સને મળવા પહોંચે છે.
એક દુલ્હન તેના લગ્નના 4 કલાક પહેલા તેના પ્રેમીને મળવા પહોંચે છે.સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં દુલ્હન તેના મિત્ર સાથે, તેના લગ્નના બે કલાક પહેલા જ રજા લઈને એક નિર્જન રસ્તા પર તેના પ્રેમીને મળવા જાય છે. વીડિયોમાં દુલ્હન તેની કારમાં રડતી દેખાય છે. કાર ઉભી રહે છે અને તેની સામે તેનો પ્રેમી હોય છે. આંસુ ભીની આંખે તેમને મળે છે અને અંતિમવાર તેને ભેટે છે. આ મિલન છેલ્લીવાર હતું.
ગળે લગાવી ખૂબ રડી
વીડિયોમાં દુલ્હન રડતા રડતા કારમાંથી બહાર નીકળી રહી છે અને તેના પ્રેમી પ્રત્યે પોતાનો રોષ વ્યક્ત કરે છે. ત્યારબાદ પ્રેમી વ્હાલથી તેના હાથને સ્પર્શે છે, અને દુલ્હન રડતાં-રડતાં તેને ગળે લગાવે છે. આ ઘટનાનો વીડિયો વાયરલ થયો છે. યુઝર્સ તેના પર અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યાં છે. જો કે abp આ વીડિયોની સત્યાતની પુષ્ટી કરતું નથી.
યુઝર્સે શું કર્યું રિએક્ટchalte_phirte098 નામના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ દ્વારા શેર કરાયેલ આ વીડિયોને લાખો લોકોએ જોયો છે, અને ઘણા લોકોએ તેને લાઈક પણ કર્યો છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ વીડિયો પર વિવિધ રીતે પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું, "વરરાજાની ફિલ્ડિંગ સેટ છે." બીજાએ લખ્યું, "મને વરરાજા માટે ખૂબ જ ખરાબ લાગે છે." બીજા યુઝરે લખ્યું, "બહેન, તું કોઈનું જીવન કેમ બરબાદ કરી રહી છે? તારે તારા પ્રેમી સાથે લગ્ન કરવા જોઈતા હતા."