KCR To Launch Party HQ In Delhi: ભારત રાષ્ટ્ર સમિતિ (BRS) ના અધ્યક્ષ અને તેલંગાણાના મુખ્યમંત્રી ચંદ્રશેખર રાવે (KCR) મંગળવારે નવી દિલ્હીમાં બે દિવસીય "રાજા શ્યામલા યજ્ઞ" શરૂ કરીને પોતાના રાષ્ટ્રીય મિશનની શરૂઆત કરી છે, મુખ્યમંત્રી પોતાની પત્ની શોભા અને બીઆરએસના વરિષ્ઠ કેટલાય નેતાઓની સાથે દિલ્હી માટે રવાના થયા છે. તેમને સરદાર વલ્લભભાઇ પટેલ માર્ગ પર પાર્ટી મુખ્યાયલના પરિસરમાં અસ્થાયી "યાગશાળા" (પંડાલ)માં અનુષ્ઠાન કર્યુ, જે હજુ પણ નિર્માણીધિન છે. 


ચૂંટણી પંચે 9 ડિસેમ્બરે કેસીઆરને પોતાની પાર્ટીનું નામ બદલવાની અનુમતી આપી દીધી છે, તેલંગાણા રાષ્ટ્ર સમિતિનુ નામ બદલીને બીઆરએસ કર્યા બાદ કેસીઆરની આ પહેલી દિલ્હી યાત્રા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, લગભગ 9 વાગે કેસીઆરે રાજા શ્યામલા યજ્ઞ શરૂ કર્યો, જેની શરૂઆત ગણપતિ હોમમ અને નવચંડી હોમમથી થઇ હતી.  


ખાસ વાત છે કે, આ બધાની વચ્ચે બુધવારે મુખ્યમંત્રી કેસીઆર યજ્ઞના સમાપન બાદ બીઆરએસના રાષ્ટ્રીય મુખ્યાલયનુ ઉદઘાટન કરશે, મંત્રી વેમુલા પ્રશાંત રેડ્ડીએ બતાવ્યુ કે, મુખ્યમંત્રી ઔપચારિક રીતે બપોરે 12.37 વાગ્યાથી 12.47 વાગ્યાની વચ્ચે પાર્ટી કાર્યાલયનો શુભારંભ કરશે અને પોતાના કક્ષમાં બેસશે, આની સાથે મુખ્યમંત્રી કાર્યાલયમાં પ્રવેશ કરતા પહેલા પાર્ટીનો નવો ઝંડો પણ ફરકાવશે. આ કાર્યક્રમ દરમિયાન પાર્ટીના મોટા નેતાઓ અને કિસાન આંદોલનના નેતાઓ હાજર રહેશે.


 


સીએમ કેસી રાવની દીકરી એમએલસી કે. કવિતાએ પ્રધાનમંત્રી મોદી પર કર્યો જોરદાર હુમલો  -


Telangna Election: તેલંગાણામાં વર્ષ 2023માં ચૂંટણી યોજાવાની છે પરંતુ મે 2022માં જ ચૂંટણીની હલચલ તેજ થઈ ગઈ છે. આ કડીમાં સત્તાધારી પાર્ટી તેલંગાણા રાષ્ટ્ર સમિતિ (TRS) આ સમયે બીજેપી પર શાબ્દિક હુમલા કરી રહી છે. સીએમ કેસી રાવની દીકરી એમએલસી કે. કવિતાએ પ્રધાનમંત્રી મોદી પર જોરદાર હુમલો કર્યો છે.


કવિતાએ દેશમાં વધતી મોંઘવારી પર નિશાન સાધતા કહ્યું કે, મોદી હૈ તો મુશ્કિલ હૈ. તેમણે કહ્યું કે, આજે જીડીપી પાતાળમાં છે, મોંઘવારી આસમાને છે. પેટ્રોલ,ડીઝલ, ગેસ સિલિન્ડરના ભાવ આસમાને છે અને સામાન્ય લોકોની આવક પાતાળમાં છે. તેથી હું કહું છુ કે મોદી છે તો મુશ્કેલી છે.




 



દક્ષિણના 5 રાજ્યોની 120 લોકસભા બેઠકો પર ભાજપનું ફોકસ


ભાજપનું  મિશન સાઉથ, 25 લોકસભા બેઠકો પર ફોકસ 
ભાજપ કર્ણાટક ઉપરાંત અન્ય રાજ્યો પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. ઉદાહરણ તરીકે, તેલંગાણા, આંધ્રપ્રદેશ, કેરળ અને તમિલનાડુ ભાજપના એજન્ડામાં છે. ભાજપ આ રાજ્યોમાં લગભગ 120 બેઠકો પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે અને તેની પૃષ્ઠભૂમિ હૈદરાબાદ કારોબારીમાંથી લખવી પડશે. તમિલનાડુ 39 બેઠકો, કેરળમાં 20 બેઠકો, કર્ણાટકમાં 28 બેઠકો, તેલંગાણા માં 17 બેઠકો અને આંધ્ર પ્રદેશમાં 25 લોકસભા બેઠકો પર ભાજપનું ફોક્સ છે.