ભારતીય સેનાને આપ્યો જડબાતોડ જવાબ
છેલ્લા પાંચ દિવસની અંદર પાકિસ્તાની ફાયરિંગથી જવાનના શહીદ થવાની આ બીજી ઘટના છે. અધિકારીઓએ જણાવ્યુ કે મેંઢર સેક્ટરના તારકુંડી વિસ્તારમાં સીમા પારથી કોઇપણ જાતના ઉકસાવા વિના ફાયરિંગ કરવામાં આવ્યુ. અધિકારીએ જણાવ્યુ કે ભારતીય સેનાએ પણ ફાયરિંગનો જડબાતોડ જવાબ આપ્યો.
27 નવેમ્બરે શહીદ થયા હતા બે જવાબ
આ પહેલા 27 નવેમ્બરે રાજૌરી જિલ્લાના સુંદરબની સેક્ટરમાં પાકિસ્તાની ફાયરિંગમાં બે સૈનિકો શહીદ થયા હતા. સુંદરબની સેક્ટરમાં શહીદ થનારા જવાનોના નામ નાયક પ્રેમ બહાદુર ખત્રી અને રાઇફલ મેન સુખબીર સિંહ હતુ. શહીદ થયેલા જવાન સુખબીર સિંહ પંજાબના તરનતારનનો રહેવાસી હતો. શહીદ પ્રેમ બહાદુર ખત્રી યુપીના મહારાજગંજનો રહેવાસી હતો.