નવી દિલ્હી: બીએસપી પ્રમુખ માયાવતી સામે અભદ્ર વાણી વિલાસ કરનાર બીજેપીના નેતા દયાશંકરની સામે એફઆઈઆર નોંધાયા પછી પોલીસ તેમની ધરપકડ કરવામાં લાગી ગઈ છે. લખનઉ પોલીસ કેસરબાગ સ્થિત તેમના ઘરે પહોંચી હતી, પરંતુ દયાશંકર ત્યાં મળ્યા નહોતા.

બીજી બાજુ, દયાશંકર સિંહની તપાસમાં બલિયા પોલીસ પણ જોડાઈ ગઈ છે. ગુરુવારે સવારે પોલીસ બલિયા સ્થિત તેમના ઘરે પહોંચી હતી, પરંતુ તે ત્યાં પણ મળ્યા નહોતા. દયાશંકરની સામે લખનઉમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

દયાશંકરના નિવેદન પર આપત્તિ જતાવતા બીએસપી કાર્યકર્તા બીજેપી નેતાની સામે રસ્તા પર ઉતરીને વિરોધ-પ્રદર્શન કરી રહ્યા છે. લખનઉના હજરતગંજમાં ગુરુવારે સવારે મોટી સંખ્યામાં બીએસપી કાર્યકર્તાઓએ બીજેપી અને દયાશંકર સામે સૂત્રોચ્ચાર કરીને
વિરોધ કર્યા હતો.