નવી દિલ્હી: નેશનલ ડૉક્ટર્સ ડે પર દેશના મેડિકલ કમ્યૂનિટીને સંબોધન કરતા પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે ડૉક્ટરોએ છેલ્લા દોઢ વર્ષમાં દિવસ-રાત મહેનત કરીને એક મિસાલ કાયમ કરી છે. તેમણે કહ્યું ડૉક્ટરોએ દેવદૂત બનીને કોરોનાકાળમાં લોકોના જીવ બચાવ્યા છે. પીએમ મોદીએ કહ્યું કે આ મહામારી દરમિયાન ડૉક્ટરોએ લાખો જીવ બચાવ્યા છે, ડૉક્ટરને ભગવાનનું બીજી રૂપ કહે છે. તેમણે કહ્યું દેશમાં સ્વાસ્થ્ય સેવાઓને પહેલાની તુલનામાં વધારે સારી બનાવવામાં આવી રહી છે. 



પ્રધાનમંત્રીએ કહ્યું કે આજે દેશનું મેડિકલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવામાં આવી રહ્યું છે. તેમણે કોરોનાકાળમાં જીવ ગુમાવનારા ડૉક્ટરોએ નમન કર્યું અને કહ્યું કે ડૉક્ટરો દરેક પડકારનો સામનો કરી રહ્યા છે. આ સાથે જ પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે દેશમાં એઈમ્સની સંખ્યા વધારવામાં આવી રહી છે. મેડિકલ સુવિધાઓને પણ વધારવામાં આવી રહી છે. પીએમ મોદીએ કહ્યું કે આ વર્ષે હેલ્થ સેક્ટરનું બજેટ વધારીને ડબલ કરવામાં આવ્યું છે.  મેડિકલ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો પણ યોગ વધારે ભાર આપી રહ્યા છે. 


નેશનલ ડૉક્ટર્સ ડે પર સંબોધિત કરતા પીએમ મોદીએ કહ્યું કે આપણો દેશ કોરોનાથી પણ જીતશે અને વિકાસની નવી પહેલ ઉભી કરશે. કોરોના સામેની લડાઈમાં યોગથી ઘણી મદદ મળી. આ સાથે જ પીએમ મોદીએ હાલના દિવસોમાં સરકાર તરફથી કરવામાં આવેલા કામને પણ લોકોની સામે રાખ્યા હતા.


આઈએમએ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. દર વર્ષે એક જૂલાઈએ દેશભરમાં નેશનલ ડૉક્ટર્સ ડેની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસે જ દેશના મહાન ડૉક્ટર અને પશ્ચિમ બંગાળના બીજા મુખ્યમંત્રી ડૉક્ટર બિધાનચંદ્ર રૉયનો જન્મદિવસ અને પુણ્યતિથિ હોય છે. આ દિવસ તેમની યાદમાં ઉજવવામાં આવે છે.


ડૉક્ટર્સ કમ્યૂનિટીએ કોરોના મહામારી દરમિયાન મુખ્ય ભૂમિકા નિભાવી છે અને હાલના સમયે પણ ડૉક્ટરો પોતાના જીવના જોખમે દેશની સેવા કરી રહ્યા છે. પીએમ મોદીએ કહ્યું કે આ વર્ષે હેલ્થ સેક્ટરનું બજેટ વધારીને ડબલ કરવામાં આવ્યું છે.  મેડિકલ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો પણ યોગ વધારે ભાર આપી રહ્યા છે.