નવી દિલ્હી: બુધવારે રેલ મંત્રી સુરેશ પ્રભુએ એક ખુશ ખબર આપ્યા છે. સુરેશ પ્રભુએ કહ્યું કે મુંબઈ-અમદાવાદ હાઈ-સ્પીડ રેલ કૉરિડોર આગામી 6 વર્ષમાં બનીને તૈયાર થઈ જશે. અને ટ્રેનનું ભાડું વિમાનના ભાડા કરતા પણ ઓછું હશે.
આ અંગેની માહિતી લોકસભામાં પ્રશ્નકાળ દરમિયાન સુરેશ પ્રભુએ આપી હતી. અને કહ્યું કે મુંબઈ-અમદાવાદ વચ્ચે હાઈ-સ્પીડ બુલેટ ટ્રેન 508 કિલોમીટરનું અંતર આશરે 2 કલાકમાં પુરુ કરશે. હાલમાં દૂરંતો એક્સપ્રેસ આ અંતરને પુરુ કરવામાં 7 કલાક લગાવે છે. મનાઈ રહ્યું છે કે આની મહત્તમ ઝડપ 350 કિમી પ્રતિ કલાક હશે. આ પ્રોજેક્ટની અનુમાનિત ખર્ચ 97,636 કરોડ રૂપિયા છે. અને આનો 81 ટકા હિસ્સો લોનના રૂપમાં જાપાન આપશે.