દેહરાદૂન: ઉત્તરાખંડના દેહરાદૂન જિલ્લાના કાલસી વિસ્તારમાં હિમાચલ પ્રદેશ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનની એક પેસેન્જર બસ ઊંડી ખીણમાં ખાબકી હતી. બસ ખીણમાં ખાબકતા ત્રણ મુસાફરોના મોત થયા છે જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. તેમાંથી છ થી સાત લોકોની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે. આ અકસ્માત સમયે બસમાં લગભગ 30 મુસાફરો સવાર હતા. મૃતકોમાં બે મહિલાઓ અને એક પુરુષનો સમાવેશ થાય છે. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

SDRF ટીમો બચાવ કામગીરીમાં લાગી છે

સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (SDRF) એ અહેવાલ આપ્યો છે કે મંગળવારે ઉત્તરાખંડના દેહરાદૂન જિલ્લાના કાલસીમાં ક્વાનુ-મિનાસ રોડના એક દૂરના વિસ્તારમાં હિમાચલ રોડવેઝની એક બસ અકસ્માતનો ભોગ બની અને ઊંડી ખીણમાં પડી ગઈ હતી. આ માહિતી મળતાં અને SDRF કમાન્ડન્ટ અર્પણ યદુવંશીના આદેશ પ, ડાકપથર, ચક્રતા, મોરી અને ટુનીની SDRF ટીમોને તાત્કાલિક અકસ્માત સ્થળ પર મોકલવામાં આવી હતી.

Continues below advertisement
Continues below advertisement

મુખ્યમંત્રી ધામીએ રાહત અને બચાવ કામગીરી ઝડપી કરવાનો આદેશ આપ્યો

મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ કહ્યું, "અમને કાલસી વિસ્તારમાં (દેહરાદૂન) હિમાચલ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનની બસ સાથે થયેલા અકસ્માતના ખૂબ જ દુઃખદ સમાચાર મળ્યા છે. મેં ફોન પર જિલ્લા મેજિસ્ટ્રેટ સાથે વાત કરી અને જરૂરી સૂચનાઓ આપી છે.  જિલ્લા વહીવટીતંત્ર અને પોલીસે તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી શરૂ કરી છે. નજીકના તમામ તબીબી કેન્દ્રોને હાઇ એલર્ટ પર રાખવામાં આવ્યા છે. જો જરૂરી હોય તો ગંભીર રીતે ઘાયલ મુસાફરોને એરલિફ્ટ કરીને અદ્યતન તબીબી કેન્દ્રોમાં લઈ જવામાં આવશે. હું બધા મુસાફરોની સલામતી અને સુખાકારી માટે પ્રાર્થના કરું છું."