By Election Result Update:  દેશના 13 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 30 ઓક્ટોબરે લોકસભાની ત્રણ બેઠકો અને 29 વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી માટે આજે મતગણતરી થઈ રહી છે. ઇન્ડિયન નેશનલ લોકદળ (INLD)ના નેતા અભય ચૌટાલા, કોંગ્રેસના દિવંગત નેતા વીરભદ્ર સિંહની પત્ની પ્રતિભા સિંહ અને ભૂતપૂર્વ રાષ્ટ્રીય ફૂટબોલર ઇ લિંગદોહ અને ભૂતપૂર્વ તેલંગાણા મંત્રી ઇ રાજેન્દ્ર ત્રણ નવા કેન્દ્રીય કૃષિ કાયદા સામે હરિયાણા વિધાનસભામાંથી રાજીનામું આપનારા અગ્રણી ઉમેદવારોમાં હતા. જેના ભાગ્યનો નિર્ણય આજે થશે.


આસામની પાંચ, પશ્ચિમ બંગાળમાં ચાર, મધ્ય પ્રદેશ, હિમાચલ પ્રદેશ અને મેઘાલયમાં ત્રણ-ત્રણ, બિહાર, કર્ણાટક અને રાજસ્થાનમાં બે-બે અને આંધ્રપ્રદેશ, હરિયાણા, મહારાષ્ટ્ર, મિઝોરમ અને તેલંગાણામાં એક-એક બેઠક માટે વિધાનસભાની પેટાચૂંટણી માટે મતદાન થયું હતું. આ 29 વિધાનસભા બેઠકોમાંથી ભાજપ પાસે અગાઉ અડધો ડઝન બેઠકો હતી, જ્યારે કોંગ્રેસ પાસે 9 બેઠકો હતી અને બાકીની પ્રાદેશિક પક્ષો પાસે હતી. જે સીટો પર લોકસભાની પેટાચૂંટણી યોજાઈ હતી તેમાં દાદરા અને નગર હવેલી, હિમાચલ પ્રદેશમાં મંડી અને મધ્ય પ્રદેશના ખંડવાનો સમાવેશ થાય છે. ત્રણેય લોકસભા સીટના સીટીંગ સભ્યોનું અવસાન થયું હતું. માર્ચમાં રામસ્વરૂપ શર્મા (ભાજપ)ના અવસાન બાદ મંડીની બેઠક ખાલી પડી હતી. ખંડવા સંસદીય બેઠક માટે ભાજપના સાંસદ નંદ કુમાર સિંહ ચૌહાણના મૃત્યુને કારણે પેટાચૂંટણી જરૂરી હતી, જ્યારે દાદરા અને નગર હવેલીમાં સ્વતંત્ર લોકસભા સભ્ય મોહન ડેલકરના મૃત્યુને કારણે તે યોજવી પડી હતી.


આ દરમિયાન આજે ચૂંટણી પંચે પેટા ચૂંટણીમાં વિજેતા ઉમેદવારોને લઈ મોટી જાહેરાત કરી છે. જે મુજબ, વિજેતા ઉમેદવાર વિજય સરઘસ નહીં કાઢી શકે.  વિજેતા ઉમેદવાર અથવા તેના અધિકૃત પ્રતિનિધિ સાથે જવા માટે મંજૂરી આપવામાં આવેલા 2બે વ્યક્તિઓને સંબંધિત રિટર્નિંગ ઓફિસર પાસેથી ચૂંટણીનું પ્રમાણપત્ર મેળવી શકશે.