Bypolls 2024 Schedule: ચૂંટણી પંચે મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી છે, અને 13 રાજ્યોની 2 લોકસભા બેઠકો અને 48 વિધાનસભા બેઠકો માટેની પેટાચૂંટણીની તારીખો પણ જાહેર કરી છે. 


આજે યોજાયેલી કેન્દ્રીય ચૂંટણી પંચની પ્રેસ કૉન્ફરન્સ દરમિયાન મુખ્ય ચૂંટણી કમિશનરે જાહેરાત કરતાં જણાવ્યું હતુ કે, મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભાની સાથે સાથે પેટાચૂંટણી પણ યોજાશે. 13 રાજ્યોની 2 લોકસભા બેઠકો અને 48 વિધાનસભા બેઠકો માટેની પેટાચૂંટણીની તારીખો પણ જાહેર કરી છે. કેરળમાં 47 વિધાનસભા બેઠકો અને 1 લોકસભા બેઠક (વાયનાડ) પર 13 નવેમ્બરે પેટાચૂંટણી યોજાશે. આ ઉપરાંત ઉત્તરાખંડની 1 વિધાનસભા બેઠક અને મહારાષ્ટ્ર (નાંદેડ)ની 1 લોકસભા બેઠક માટે પણ 20મી નવેમ્બરે પેટાચૂંટણી યોજાશે. મતગણતરી 23 નવેમ્બરે થશે. આ ચૂંટણીઓ રાજ્યો અને દેશના રાજકીય માહોલમાં નોંધપાત્ર પરિવર્તન લાવી શકે છે.


જે ત્રણ લોકસભા બેઠકો માટે પેટાચૂંટણી યોજાવાની છે તેમાં કેરળના વાયનાડ, મહારાષ્ટ્રના નાંદેડ અને પશ્ચિમ બંગાળના બસીરહાટનો સમાવેશ થાય છે. રાહુલ ગાંધીના રાજીનામા બાદ વાયનાડ સીટ ખાલી પડી હતી, જ્યારે નાંદેડ અને બસીરહાટ સીટ કોંગ્રેસ અને ટીએમસી સાંસદોના નિધનને કારણે ખાલી છે.


આ સિવાય 13 રાજ્યોની 48 વિધાનસભા સીટો માટે પેટાચૂંટણીની પણ જાહેરાત કરવામાં આવી છે. જેમાં ઉત્તર પ્રદેશના 10, રાજસ્થાનના 7, પશ્ચિમ બંગાળના 6, આસામના 5, બિહારના 4, પંજાબના 4, કર્ણાટકના 3, કેરળના 3, મધ્યપ્રદેશના 2, સિક્કિમના 2, ગુજરાતના 1, 1નો સમાવેશ થાય છે. ઉત્તરાખંડમાંથી 1 અને છત્તીસગઢની 1 બેઠકનો સમાવેશ થાય છે.


જમ્મુ-કાશ્મીરને અભિનંદન
મુખ્ય ચૂંટણી પંચે પ્રેસ કૉન્ફરન્સમાં તાજેતરમાં યોજાયેલી જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં ઊંચા મતદાન માટે મતદારોને અભિનંદન પાઠવ્યા હતા. તેમને કહ્યું કે જમ્મુ-કાશ્મીરના જનાદેશે નવી આશાનો સંચાર કર્યો છે. જમ્મુ-કાશ્મીરમાં પુનઃમતદાનની જરૂર ના પડી, મતદારોએ લોકતંત્રને વધુ મજબૂત બનાવ્યું છે. જમ્મુ-કાશ્મીરની જનતાએ નાપાક ઈરાદાઓ નિષ્ફળ બનાવ્યા છે. 






મહારાષ્ટ્રમાં એક તબક્કામાં મતદાન 
મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું કે, મહારાષ્ટ્રમાં એક જ તબક્કામાં મતદાન થશે. 20મી નવેમ્બરે મતદાન થશે અને તેનું પરિણામ 23મી નવેમ્બરે આવશે.


ઝારખંડમાં બે તબક્કામાં મતદાન 
ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર ઝારખંડમાં બે તબક્કામાં મતદાન થશે. પ્રથમ તબક્કાનું મતદાન 13મી નવેમ્બરે અને બીજા તબક્કાનું મતદાન 20મી નવેમ્બરે થશે.


દરેક ચૂંટણીમાં ભારતે બનાવ્યો છે રેકોર્ડ 
મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું કે ભારત દરેક ચૂંટણીમાં નવો ઈતિહાસ રચી રહ્યું છે. મહારાષ્ટ્રમાં 52789 સ્થળોએ 100186 મતદાન મથકો, કુલ મતદારો - 9.63 કરોડ. ઝારખંડમાં 81 બેઠકો, 2.6 કરોડ મતદારો, પ્રથમ વખત મતદારો - 11.8 લાખ. 20281 સ્થળોએ 29562 મતદાન મથકો.