નવી દિલ્હી: મોદી કેબિનેટે આજે આત્મનિર્ભર ભારત રોજગાર યોજના અને દેશમાં એક કરોડ ડેટા કેન્દ્રની સ્થાપના કરવાને મંજૂરી આપી દીધી છે.  કેન્દ્રીય રોજગાર મંત્રી સંતોષ ગંગવારે કેબિનેટની બેઠક બાદ તેની જાણકારી આપી હતી. આત્મનિર્ભર ભારત રોજગાર યોજનાથી 58.5 લાખ કર્મચારીઓને ફાયદો થશે.


કેબિનેટે દેશમાં એક કરોડ ડેટા કેન્દ્રની સ્થાપના કરવાની પણ મંજૂરી આપી દીધી છે. કેન્દ્રીય મંત્રી રવિ શંકર પ્રસાદે જણાવ્યું કે, મંત્રીમંડળને ‘PM-WANI (પ્રધાનમંત્રી વાઈ-ફાઈ એક્સેસ ઈન્ટરફેસ)યોજનાના માધ્યમથી સાર્વજનિક વાઈ-ફાઈ નેટવર્કના પ્રસારની રૂપરેખા મંજૂર કરી છે.

કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદ અનુસાર, સરકાર દેશમાં 1 કરોડ ડેટા સેન્ટર ખોલશે. આ યોજનાનું પ્રધાનમંત્રી વાઈ-ફાઈ એક્સેસ ઈન્ટરફેસ નામ છે. જેના દ્વારા દેશમાં વાઈ-ફાઈ ક્રાંતિ લાવશે. આ યોજના હેઠળ સરકાર પબ્લિક ડેટા ઓફિસ ખોલશે. તેના માટે કોઈ લાયસન્સની જરૂર નહીં પડે. કોઈ પણ હાલની દુકાનને ડેટા ઓફિસમાં બદલવામાં આવશે. સરકાર તરફથી ડેટા ઓફિસ, ડેટાએગ્રિગેટર, એપ સિસ્ટમ માટે 7 દિવસમાં સેન્ટર ખોલવાની મંજૂરી આપવામાં આવશે.

આત્મનિર્ભર ભારત રોજગાર યોજના 1 ઓક્ટોબર 2020ના રોજથી લાગુ માનવામાં આવશે. સરકાર તેના માટે 22, 810 કરોડ રૂપિયા વધારે ખર્ચ કરશે. વર્તમાન નાણાકીય વર્ષમાં તેના પર 1584 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે.