Cabinet Decisions: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટે બુધવારે ઘણા મોટા નિર્ણયો લીધા હતા. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે નેશનલ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર ડેવલપમેન્ટ પ્રોગ્રામ હેઠળ 12 ઇન્ડસ્ટ્રીયલ સ્માર્ટ સિટીને મંજૂરી આપવામાં આવી છે. તેના પર સરકાર 28 હજાર 602 કરોડ રૂપિયા ખર્ચ કરશે. તેનાથી લગભગ 10 લાખ નોકરીઓની તકો ઉભી થશે.
અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે આ અભિયાન અંતર્ગત છેલ્લા ત્રણ મહિનામાં કેન્દ્ર સરકાર દ્વારા ઘણા મોટા પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે. લગભગ 2 લાખ કરોડ રૂપિયાના પ્રોજેક્ટ પાસ કરવામાં આવ્યા છે. ઇન્ડસ્ટ્રીયલ સ્માર્ટ સિટીમાં કુલ 1.52 લાખ કરોડ રૂપિયાથી વધુનું રોકાણ આવવાની શક્યતા છે. તેમાંથી 2 ઔદ્યોગિક શહેરો આંધ્રપ્રદેશમાં અને એક બિહારમાં વિકસાવવામાં આવશે. ઉત્તરાખંડને ઔદ્યોગિક સ્માર્ટ સિટીની ભેટ પણ મળી છે. બજેટમાં સરકારે ખાનગી અને સરકારી ભાગીદારીથી આવા શહેરોના વિકાસની જાહેરાત કરી હતી. દેશના 100 શહેરોમાં અથવા તેની નજીકમાં 'પ્લગ એન્ડ પે' ઔદ્યોગિક પાર્ક વિકસાવવાની જાહેરાત કરવામાં આવી હતી.
જે વિસ્તારોમાં ઔદ્યોગિક સ્માર્ટ સિટી વિકસાવવામાં આવશે તેમાં ઉત્તરાખંડમાં ખુરપિયા, પંજાબમાં રાજપુરા પટિયાલા, મહારાષ્ટ્રમાં દિઘી, કેરળમાં પલક્કડ, યુપીમાં આગ્રા અને પ્રયાગરાજ, બિહારમાં ગયા, તેલંગણામાં ઝહીરાબાદ, રાજસ્થાનમાં પાલી અને આંધ્રપ્રદેશમાં ઓવરકલ અને કોપ્પાથીનો સમાવેશ થાય છે.
40 લાખ નવી તકો
ઇન્ડસ્ટ્રીયલ સ્માર્ટ સિટીને વિકસિત ભારતની થીમ પર બનાવવામાં આવશે. સુવર્ણ ચતુર્ભુજ યોજનાની જેમ આ શહેરોની આસપાસ રસ્તાઓ બનાવવામાં આવશે. તેનાથી 10 લાખ પ્રત્યક્ષ અને 30 લાખથી વધુ રોજગારીની તકો ઊભી થશે.
ત્રણ મહત્વપૂર્ણ રેલ પ્રોજેક્ટને મંજૂરી
સરકારે ખાનગી રોકાણને પ્રોત્સાહન આપવા અને નોકરીની તકો ઊભી કરવા માટે આ મોટો નિર્ણય લીધો છે. આંધ્રપ્રદેશ અને બિહાર જેવા રાજ્યોને તેનાથી ઘણો ફાયદો થવાનો છે. મોદી સરકારે ત્રણ મહત્વના રેલ પ્રોજેક્ટને પણ મંજૂરી આપી છે. જમશેદપુર, પુરુલિયા, આસનસોલ કોરિડોર માટે ત્રીજી લાઇનને મંજૂરી આપવામાં આવી છે.
આ પણ વાંચોઃ
ઘરે બેઠા આ રીતે બનાવો ઇ-શ્રમ કાર્ડ, મળશે અનેક ફાયદાઓ, જાણો સમગ્ર પ્રોસેસ