દિલ્હીમાં કેજરીવાલની મુશ્કેલીઓ વધવાની છે, આ એક રિપોર્ટ આવતા જ AAP સરકારના ભ્રષ્ટાચારનો.....

કેજરીવાલ સરકારના 'ભ્રષ્ટાચાર'નો થશે પર્દાફાશ, 14 પેન્ડિંગ રિપોર્ટ થશે રજૂ.

Continues below advertisement

Arvind Kejriwal corruption: દિલ્હી વિધાનસભામાં સોમવારથી શરૂ થનારા પ્રથમ સત્રમાં પૂર્વ આમ આદમી પાર્ટી (AAP) સરકારના કાર્યકાળ દરમિયાનના 14 પેન્ડિંગ CAG રિપોર્ટ રજૂ કરવામાં આવશે. આ રિપોર્ટ રજૂ થતાં જ પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની મુશ્કેલીઓમાં વધારો થવાની શક્યતા છે.

Continues below advertisement

વિધાનસભા સચિવાલયના જણાવ્યા અનુસાર, સત્ર 24, 25 અને 27 ફેબ્રુઆરીએ યોજાશે. નવા ચૂંટાયેલા ધારાસભ્યો 24-25 ફેબ્રુઆરીએ શપથ લેશે અને શિવરાત્રિની રજા બાદ 27 ફેબ્રુઆરીએ BJP સરકાર CAG રિપોર્ટ રજૂ કરશે.

ઉલ્લેખનીય છે કે BJP દ્વારા અગાઉ AAP સરકાર પર CAG રિપોર્ટ રોકી રાખવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. પાર્ટીએ આ મુદ્દે કોર્ટનો પણ સહારો લીધો હતો. હવે નવી BJP સરકાર પાસે વિધાનસભામાં 48 ધારાસભ્યોનું બહુમત છે, જ્યારે વિપક્ષ AAP પાસે 22 ધારાસભ્યો છે.

દિલ્હી વિધાનસભામાં CAG રિપોર્ટ રજૂ કરવા મુદ્દે રાજકીય ઘમાસાણ સર્જાયું છે. ભાજપના નેતાઓ લાંબા સમયથી AAP સરકાર પાસે દિલ્હી એક્સાઇઝ પોલિસી, દિલ્હી જલ બોર્ડ સહિત ઘણા વિભાગો સાથે સંબંધિત CAG રિપોર્ટ રજૂ કરવાની માંગ કરી રહ્યા છે. જાન્યુઆરી 2025માં કેજરીવાલ સરકારના કાર્યકાળના છેલ્લા વિધાનસભા સત્ર દરમિયાન પણ ભાજપે આ અંગે ગૃહમાં હોબાળો મચાવ્યો હતો. ભાજપના નેતાઓનો આરોપ છે કે AAP સરકાર CAG રિપોર્ટ રજૂ ન કરીને છેલ્લા 10 વર્ષમાં થયેલા ભ્રષ્ટાચારને છુપાવવા માંગે છે.

વિધાનસભા સચિવાલય દ્વારા કહેવામાં આવ્યું હતું કે વિધાનસભાનો કાર્યકાળ ફેબ્રુઆરીમાં સમાપ્ત થઈ રહ્યો છે, તેથી CAG રિપોર્ટ રજૂ કરવાની કોઈ જરૂર નથી. દિલ્હી સરકાર વતી હાઈકોર્ટમાં હાજર રહેલા વકીલે કોર્ટને કહ્યું હતું કે વિધાનસભામાં કેગનો રિપોર્ટ રજૂ કરવાની કોઈ ઉતાવળ નથી.

અરજદાર બીજેપી ધારાસભ્યો વતી હાજર રહેલા વરિષ્ઠ વકીલ મહેશ જેઠમલાણીએ કહ્યું હતું કે કોર્ટ સ્પીકરને વિધાનસભા સત્ર બોલાવવાનો નિર્દેશ આપી શકે છે. તે સમયે કોર્ટે એ પણ પૂછ્યું હતું કે શું હાઈકોર્ટ પોતાના વતી વિધાનસભા અધ્યક્ષને વિશેષ સત્ર બોલાવવાનો નિર્દેશ આપી શકે છે.

CAG રિપોર્ટ સરકાર અને જનતા માટે ખૂબ મહત્વ ધરાવે છે. આ રિપોર્ટ જણાવે છે કે સરકારના પૈસાનો યોગ્ય રીતે ખર્ચ થયો છે કે નહીં. જેમાં સરકારી વિભાગો, યોજનાઓ અને પ્રોજેક્ટમાં થયેલા ખર્ચની તપાસ કરવામાં આવે છે. જો કોઈ કૌભાંડ કે અનિયમિતતા હોય તો કેગનો રિપોર્ટ તેનો પર્દાફાશ કરે છે. અગાઉના અહેવાલોમાં, દિલ્હીમાં ઘણી યોજનાઓમાં ગેરરીતિના સંકેતો મળ્યા હતા, જેના પર ઘણી રાજકીય ચર્ચા થઈ હતી.

નવા મુખ્યમંત્રી રેખા શર્માએ સત્તા સંભાળતાની સાથે જ જનહિતના નિર્ણયો લેવાનું શરૂ કરી દીધું છે. 27 વર્ષ બાદ સત્તામાં આવેલી BJP સરકાર કેજરીવાલ અને તેમની સરકારના પૂર્વ મંત્રીઓ સામે ભ્રષ્ટાચારના મુદ્દે આક્રમક વલણ અપનાવે તેવી શક્યતા છે.

આ પણ વાંચો....

શીશમહેલનું ભાવિ શું હશે? દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાની જાહેરાતથી ખળભળાટ

Continues below advertisement
Sponsored Links by Taboola