પટના: બિહારમાં લોકડાઉનના નિયમોનું ઉલ્લંધન કરવાના મામલે બિહારના પૂર્વ ઉપમુખ્યમંત્રી અને વિપક્ષ નેતા તેજસ્વી યાદવ સામે પટનામાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. તેમની સાથે આરજેડી પ્રદેશ અધ્યક્ષ જગદાનંદ,પૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવી,પૂર્વી મંત્રી તેજપ્રતાપ યાદવ અને લાલૂ યાદવના નજીકના ધારાસભ્ય ભોલા યાદવ સહિત અન્ય નેતાઓ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ તમામ લોકો પર આરોપ છે કે તેમણે મહામારી અધિનિયમ મુજબ સાવધાની નિયમોનું પાલન નથી કર્યું.


બિહારની રાજધાની પટનામાં શુક્રવારે સવારે રાબડી દેવીના ઘર પર આરજેડીના ધારાસભ્યોનો જમાવડો થયો હતો. આ દરમિયાન કોઈએ પણ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન નથી કર્યું. ઘણા નેતાઓએ તો માસ્ક પણ નહોતા પેહર્યા. આ તમામે કોવિડ-19ના નિયમોને તોડ્યા. આ તમામ લોકો ગોપાલગંજ જવાની માંગ કરી રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે ગોપાલગંજ ટ્રિપલ મર્ડર કેસના મુખ્ય આરોપી જેડિયૂ ધારાસભ્ય અમરેન્દ્ર ઉર્ફ પપ્પૂ પાંડેયની ધરપકડની માંગને લઈ આરજેડી ગોપાલગંજમાં રેલીમાં સામેલ થવા જઈ રહ્યા હતા.

પરંતુ બિહાર પોલીસે આરજેડીને આ રેલી અને રાજકીય ગતિવિધીમાં આટલા લોકો સામેલ થવાની મંજૂરી નહોતી આપી. એબીપી ન્યૂઝ સાથે વાત કરતા પટના એસપી સેન્ટ્રલ અને એડીએમ લો એન્ડ ઓર્ડરએ કહ્યું નિયમોનું ઉલ્લંધન થવા પર પોલીસ કાર્યવાહી કરશે.

રવિવારે રાત્રે રૂપવચક ગામમાં બે બાઈક પર સવાર આરોપીએ આરજેડી નેતા જેપી યાદવના ઘર પર ગોળીવાબર કર્યો હતો, આ હુમલામાં તેમના પિતા મહેશ ચૌધરી અને માતા સંકેશિયા દેવીનું ઘટનાસ્થળ પર મોત થયું હતું. આ હુમલામાં જેપી યાદવ અને તેના ભાઈ શાંતનુ યાદવ ગંભીર રીતે ઘાયલ થયા હતા. હોસ્પિટલમાં સારવાર દરમિયાન શાંતનું યાદવનું મોત થયું છે. જ્યારે જેપી યાદવની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. પોલીસે આરોપી ધારાસભ્યના મોટા ભાઈ સતીશ પાંડેયની ધરપકડ કરી લીધી છે.

સીબીઆઈ કરે કેસની તપાસ
તેજસ્વી યાદવે બુધવારે પોતાની પાર્ટીના એક પ્રતિનિધિમંડળ સાથે રાજ્યપાલ સાથે મુલાકાત કરી અને સીબીઆઈ તપાસ કરાવવાની માંગ કરી. આરજેડી નેતા તેજસ્વીએ પ્રેસ કૉન્ફ્રન્સ દરમિયાન આરોપ લગાવ્યો કે પોલીસ ગોપાલગંજ જિલ્લામાં કુચાયકોટ વિધાનસભા વિસ્તારથી જેડીયૂ ધારાસભ્ય અમરેંદ્ર નાથ પાડેય ઉર્ફ પપ્પૂ પાંડેની ધરપકડ નથી કરતી કારણ કે તેઓ મુખ્યમંત્રીની નજીકના છે.