કોલકાતા: સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) એ બુધવારે પશ્વિમ બંગાળ શિક્ષક ભરતી કૌભાંડ કેસમાં પ્રથમ ધરપકડ કરી હતી. સીબીઆઈએ 2 વરિષ્ઠ અધિકારીઓની ધરપકડ કરી હતી. સીબીઆઈએ નિમણૂકો માટેની વિશેષ સલાહકાર સમિતિના કન્વીનર શાંતિ પ્રસાદ સિંહા અને રાજ્ય શાળા સેવા આયોગના સચિવ અશોક સાહાની ધરપકડ કરી છે. આ પહેલા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે પૂર્વ મંત્રી પાર્થ ચેટર્જી અને તેમની સહયોગી અર્પિતા મુખર્જીની 23 જુલાઈએ આ જ કેસમાં ધરપકડ કરી હતી.






કોલકાતા હાઈકોર્ટે આ મામલે સીબીઆઈ તપાસના આદેશ આપ્યા બાદ શાંતિ પ્રસાદ સિંહા અને અશોક સાહાની ઘણી વખત પૂછપરછ કરવામાં આવી હતી. બુધવારે પણ કલાકોની પૂછપરછ બાદ તેને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા. પૂર્વ મંત્રી પાર્થ ચેટર્જી અને અર્પિતા મુખર્જીની ED દ્વારા પશ્ચિમ બંગાળ સરકાર દ્વારા પ્રાયોજિત અને સહાયિત શાળાઓ માટે સ્કૂલ સર્વિસ કમિશન (SSC) દ્વારા કરવામાં આવેલી ગેરકાયદેસર ભરતીમાં કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી હતી. અહીં, EDએ દાવો કર્યો હતો કે તેમણે મુખર્જીની માલિકીના એપાર્ટમેન્ટમાંથી 49.80 કરોડ રૂપિયા રોકડા, ઝવેરાત અને સોનું રિકવર કર્યું છે. આ બંને પર પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ આરોપો લગાવવામાં આવ્યા છે.






 


Nitish Kumar Takes Oath: નીતિશ કુમારે આઠમી વખત સીએમ તરીકે શપથ લીધા, તેજસ્વી યાદવ ડેપ્યુટી સીએમ બન્યા


Updates: સ્ક્રીનશૉટથી લઇને સ્ટેટસ સુધીના WhatsAppમાં આવી રહ્યાં છે આ ત્રણ ધાંસૂ ફિચર, જાણો દરેક વિશે...........


Photos: ટીવીની હૉટ એક્ટ્રેસે શૉર્ટ ડ્રેસમાં ઇન્ટરનેટ પર શેર કર્યા ફોટોઝ, બ્લેક લૂકમાં લાગી સિઝલિંગ, જુઓ


Jio Independence Offer: જિયોની આ શાનદાર ઓફરમાં ફ્રી કૉલિંગ, ડેટા અને SMS સાથે વધારાના 3 હજાર રૂપિયાના કુપન મળશે, જાણો પ્લાન વિશે